શુભ આરંભ મુવીનો આજે સ્પેશીયલ શો હતો. એ જોઇને હમણાં જ આવ્યા અને આ લખું છું. શુભ આરંભ ફિલ્મના હીરોનું નામ શુભ છે
પરંતુ હીરોઈનનું નામ આરંભ નથી એ જસ્ટ જાણકારી માટે. ગોર્જીયસ પ્રાચી શાહ અને પ્રભાવશાળી
હર્ષ છાયાના ઓથેન્ટિક પરફોર્મન્સ સાથે નવી ગુજરાતી ફિલ્મોનો માહોલ કાતિલ ઠંડી સાથે
જામતો જાય છે.
ફિલ્મમાં હર્ષ છાયા કવિ અનુપમ મહેતાનો
રોલ કરે છે, અને સાત-આઠ કવિતા સંભળાવે છે એ છતાં ફિલ્મ જોવાલાયક છે! મજાક કરું
છું, કવિતા છે પરંતુ સાંભળવી ગમે તેવી રીતે હર્ષ રજૂ કરે છે! ફિલ્મમાં અનુપમને કવિ
તરીકે સંબોધી છે ત્યારે ઓડીયન્સમાં ખખડાટ થઈ જાય છે. ફિલ્મમાં થોડા ઈમોશનલ સીન પણ
છે જેમાં ઓડીયન્સ ઈમોશનલ થતી નથી. ફિલ્મમાં અંગ્રેજી સબટાઈટલ પણ છે એટલે એનઆરઆઈ
ઓડીયન્સ અને નેશનલ એવોર્ડ માટે ધ્યાનમાં લઈને ફિલ્મ બનાવી હોય તો નવાઈ નહિ !
ફિલ્મમાં રિદ્ધિમા મેરેજ કાઉન્સેલર છે અને USAમાં બોર્ન એન્ડ
બ્રોટ અપ શુભ ડર્યા વગર બરફ ગોળા ખાતો એનારાઈ મુરતિયો. વાર્તા બેઉના લગ્નની છે. હીરો-હિરોઈનને
ભરત અને દીક્ષાને ક્લોઝઅપમા જોયા પછી ગુજરાતમાં dentistsને સારો સ્કોપ છે એવું
લાગે ... પણ બેઉએ સરસ કામ કર્યું છે. લાલાના રોલમાં આર્જવ પોળની ભાષા, જેમ કે
પપ્પાને બદલે ‘અપ્પા’, બોલી ધમાલ કરાવે છે, એ સળંગ એન્ટરટેઈનીંગ છે.
ગીતો અને મ્યુઝીક ગમે એવા છે પરંતુ લાંબો સમય માટે રહે તેવા નથી. પ્રોડક્શન
વેલ્યુની રીતે દિવસે દિવસે ગુજરાતી ફિલ્મો સુધરી રહી છે. એકંદરે શુભ આરંભ સિમ્પલ,
ક્લીન, ફેમિલી એન્ટરટેઈનમેન્ટ છે.
અહીં કવિ એવું કહેવા માંગે છે, કે જોઈ આવો યાર બહુ વિચાર ના કરશો !
--
ઓફીશીયલ ટ્રેઇલર :
https://www.youtube.com/watch?v=Cki6JSRtFxM
No comments:
Post a Comment