Spolier Alert: On producers request article has been modified from first version to moderate the spoilers. However, this may still have some spoilers.
તન્મય શાહ પૈસાદાર બાપની બિગડી હુઈ ઓલાદ છે જે હીટ એન્ડ રન કેસના મીડિયા ટ્રાયલમાં આરોપી છે. પણ પોલીસના મતે તન્મયનો ડ્રાઈવર રાજુ આરોપી છે. તન્મયની ફ્રેંચ ફ્રેન્ડ શૈલી રાજુની બહેન પાસે ગરબા શીખે છે અને રાજુ સાથે ગરબા રમવા લાગે છે. તન્મયના બાપ વકીલ અને બિઝનેસમેન છે. રાજુનું શું થશે? એ જાણવા માટે તો સસ્પેન્સ ફિલ્મ રોંગ સાઈડ રાજુ જોવી જ પડે ! હંમેશની જેમ, આ રીવ્યુ લાઈટર વેમાં છે, એટલે બહુ લોડ નહિ લેવો, ફિલ્મ તો જોવી જ.
બુધવારે યોજાયેલ પ્રીમિયરમાં અઢળક ગુજરાતી સાહિત્ય, રેડિયો, મીડિયા સેલીબ્રીટીઝ અને બિઝનેસ આઇકોન્સની હાજરીમાં યોજાયેલ પ્રીમિયરમાં જવાનું થયું અને ગુજરાતી ફિલ્મનાં બદલાતા પ્રવાહના સાક્ષી થવાનો ખુબ આનંદ થયો. પણ અહીં વાત પ્રીમિયરમાં શું થયું એ નહિ, મુવીમાં શું છે, એ કરવાની છે.
રોંગ સાઈડ રાજુ એક હીટ એન્ડ રન એક્સિડન્ટથી ઓપન થાય છે (એક્ચ્યુઅલી મુતરવાનાં સીનથી!) જેમાં નાઈટ ચેકિંગમાં તોડ કરતાં બે પોલીસવાળા અને એક સીનીયર સીટીઝનને એક મોંઘી કાર (બીએમડબ્લ્યુ કે ઔડી સિવાય પણ છે કારો યાર!) ઉડાવી દે છે. કેસની તપાસ કરનાર ઇન્સ્પેકટર ગોહિલ તરીકે દમદાર અભિનય કરનાર જયેશ મોરે ખાસ કરીને મિડલ ક્લાસનાં અને એ પણ દારૂના કેરિયર એવા રાજુને પકડી પાડે છે, પણ એકપણ લાફો નથી મારતો એ આશ્ચર્ય હજુ અમને હજુ છે, અને કાયમ રહેશે ! અમદાવાદના સેટિંગમાં બનેલી ફિલ્મમાં મુખ્ય રોલ કરનાર રાજુ મૂળ કાઠીયાવાડીનો જણાય છે, પણ કદાચ પ્યોર નહિ, પણ બબ્બૈયા કાઠીયાવાડી બોલે છે. જોકે અમદાવાદના સેટિંગની ફિલ્મ હોવા છતાં હોસ્પિટલ અને કોર્ટ સહિત ક્યાંય ભીડ કે કેઓસ દેખાતો નથી તે ડાયરેક્ટરની કમાલ છે અને આ સ્કીલ સરકારી ડોક્યુમેન્ટરી બનાવવામાં કામ આવે એવી છે.
ફિલ્મના ટાઈટલ્સ ખુબ લાંબા છે અને ઢગલાબંધ લોકો અને દારુ સિવાયનાં અનેક પ્રોડક્ટ પાર્ટનર્સને યાદ કર્યા છે. અભિષેક જૈન અને પ્રોડ્યુસર નયનભાઈ બિઝનેસમેન તરીકે એકદમ હીટ છે. ટાઈટલ્સ (પડે!) સાથે ગીત છે એ સારું છે. ગીતો સાંભળવા ગમે એવા છે, અરિજિત અને સચિન-જીગર વેડફાયા હોય એવું થોડું ઘણું લાગે ખરું.
ફ્રેંચ છોકરીના શૈલીનાં રોલમાં કિમ્બર્લી સારું અંગ્રેજી બોલે છે, અને ખાસ તો ગુજરાતી સારી રીતે સમજે છે. એ અમદાવાદમાં કદાચ ગરબા શીખવા જ આવી હતી. રાજુની બેન એને ગરબા શીખવાડે છે, રાજુનું દિલ વાઈટ-વાઈટ સ્કીન જોઇને બીટિંગ ફાસ્ટ કરવા લાગે છે પણ એનાં બૉસ તન્મયની ફ્રેન્ડ છે. એમાય જયારે ચણીયા-ચોળી પહેરીને તૈયાર થાય છે, અને રાજુને એની ચોળીની કસો બાંધવાનું કહે છે ત્યારે તો ખાસ! શૈલી દારૂની શોખીન છે અને એને અંગ્રેજી કે ફ્રેંચ વાઈન કરતાં એને ગુજરાતી શબ્દ દારુ વધારે ગમી જાય છે, એટલે રાજુને ‘દારુ’ લઇ આવવાનું કહે છે. રાજુને તો એક પંથ દો કાજ જેવું થાય છે.
ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા પણ છે, જોકે આગળના પોલીસ સ્ટેશનના (અને કોર્ટનાં પણ) અર્થહીન કોમેડી સીન ટૂંકાવી કોર્ટ સીન વધાર્યા હોત તો જમાવટ થાત. કોર્ટરૂમ સીનમાં સ્ટોરીના જર્ક કરતાં કેમેરાના જર્ક વધારે દેખાય છે ! હેન્ડહેલ્ડ કેમેરાથી શૂટ કર્યું હતું? ફિલ્મમાં ઘણા સીન રાતના છે, એટલે તમે રાતના શોમાં જશો તો ફિલ્મ સાથે વધારે રીલેટ કરી શકશો !
કેવી રીતે જઈશ, બે યાર અને રોંગ સાઈડ રાજુમાં શું સરખું/કોમન છે?

- ત્રણેય ફિલ્મમાં હિરોઈન તરીકે ગુજરાતી છોકરી નથી. ગુજરાતી છોકરીઓ જાગો, અને કામ માંગો ! અભિષેક, હવે નેક્સ્ટ પિક્ચરમાં ગુજરાતી છોકરી હિરોઈન નહિ હોય તો હું એ ફિલ્મ નહિ જોવું, ઓકે !
- હીરો મિડલ ક્લાસ છે અને એમ્બીશીયસ છે.
- ત્રણેમાં મેઈન કેરેક્ટરને/ફ્રેન્ડસને દારુ પીતાં બતાવે છે. ગુજરાતમાં દારૂબંધી છે તે છતાં સહેલાઇથી દારુ મળે છે એ વાત પર અહીં નોન-ગુજરાતી ફિલ્મમેકર્સ કંઈ કટાક્ષ નથી કરતાં, પરંતુ બધા મિડલક્લાસ ગુજરાતી છોકરા દારુ પીતાં હશે એવું બતાવવા માંગતા હોય એવું જરૂર લાગે છે.
બાકી ફિલ્મમાં પરફોર્મન્સ દમદાર છે, અને શુક્રવારે રીલીઝ થાય છે અને ચોક્કસ જોવાય એવી ફિલ્મ છે. ઓલ ધ બેસ્ટ તો ટીમ રોંગ સાઈડ રાજુ ! ●
No comments:
Post a Comment