કટિંગ વિથ અધીર-બધિર અમદવાદી | ૨૨-૧૧-૨૦૧૫
ઐતિહાસિક મહેલના વિશાળ ગુંબજની અંદરની બાજુએ સેંકડો કબૂતરો ઘૂ ઘૂ ઘૂ ઘૂ .... કરતા બેઠા હતા. થોડી થોડીવારે ઉપરથી પ્રસાદી ટપકતી હતી.
અમે પૂછ્યું “આ શું કરો છો?”
તો એમાંનું એક કહે “આ અમારું વોટસેપ ગ્રુપ છે અને અમે મેસેજીસ ફોરવર્ડ કરીએ છીએ!”
અમે ફર્શ પર પડેલા હજારો મેસેજીસ જોયા! એકાએક અમારી ઉપર પણ બે-ત્રણ મેસેજીસ પડ્યા અને અમે તાત્કાલિક ‘Leave Group ...’ કરીને નીકળી ગયા!
*** સ્માર્ટ ફોન આવ્યા પછી વોટ્સેપ નામની એપ્લીકેશને मर्कटस्य सुरापानमની ઉક્તિને સાર્થક કરી બતાવી છે અને પરિસ્થિતિ એવી છે કે હવે એમાં यद्वा तद्वा भविष्यति, અર્થાત કંઈ પણ થઇ શકે છે. આવા ટલ્લી થયેલા મર્કટો ભેગા થઈને એક વોટ્સેપ ગ્રુપ બનાવે તો એમાં વાતાવરણ મયખાનાથી કમ નથી હોતું.
વોટસેપના ગ્રુપ એ ધૂળેટીના દિવસે રંગથી ભરવામાં આવતા પાણીના હોજ જેવા હોય છે. એમાં જે બે-ત્રણ અદક-પાંહળાઓએ લઇ-દઈને આ ઉપાસણ કર્યું હોય એ લોકો સૌ પહેલાં અંદર પડતા હોય છે. પછી આણું કરવામાં આડાઈ કરતી વહુ જેવા બાકીનાઓને મને-કમને અંદર ખેંચવામાં આવતા હોય છે. વોટસેપમાં ફીલ્મ, સાહિત્ય, સંગીત કે સત્સંગ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવવા અને એમને પ્રવૃત્ત કરવાના હેતુથી ગ્રુપ બનાવવાનો રીવાજ છે. દઈ જાણે આવી જાગૃતિથી કોનો, કેટલો અને કેવી રીતે ઉધ્ધાર થતો હશે, પણ મોટે ભાગે બે-ચાર હરખપદૂડાઓ આવા ઉચ્ચ હેતુથી શરૂઆત કરતા હોય છે. પછી એ વિષય બાબતમાં થોડોઘણો રસ કે જાણકારી ધરાવતા લોકોને ચોટલી પકડીને ઝબોળવામાં આવે છે. અત્યારે તો એ હાલત છે કે તમે પાંચ માણસ વચ્ચે કોઈ જોક માર્યો હોય એના બીજા કે ત્રીજા દિવસે તમને આઠે પ્રહર જેમાં ફટીચર/ હથોડા જોક્સ ઝીંકવામાં આવતા હોય એવા ગ્રુપના સભ્ય બનાવી દેવામાં આવ્યા હોય એવું બની શકે!
આવી રીતે વોટ્સેપ ગ્રુપમાં તમને કોઈ એડ કરે એ પછી તમારી જિંદગી નર્ક બનવાની શરુ થાય છે. કોલેજ સમયના જૂનાં દોસ્તો પંદર વરસ પછી ભેગાં થાય, નંબર એક્સચેન્જ થાય એટલે જાણે કૃષ્ણને સુદામા મળ્યા હોય એટલો આનંદ થાય. પણ પછી એજ સુદામાઓ ભેગાં થઈ દિવસના પાંચસો છસો પોસ્ટ ઝીંકવા માંડે ત્યારે શામળો પણ અહીં ભૂલા પડવાની ખોડ ભૂલી જાય એવું વાતાવરણ સર્જાય છે. એમાં પણ સૌથી ઉત્સાહી, વિવેકી અને સક્રિય સભ્ય પાસે સૌથી જુના, બોરિંગ અને ચવાયેલા મેસેજીસ-ફોટોનો ભંડાર હોય છે, અને આપણા સૌનાં કમનસીબે એ સાવ નવરો પણ હોય છે! આવા કોઈ ગ્રુપમાં લાંબો સમય ગાળ્યા પછી તમને અચાનક ભાન થશે કે તમારો જન્મ આવા જંક મેસેજીઝ ડીલીટ કરવા માટે નથી થયો! કંટાળીને તમે ગ્રુપ છોડવાની ચેષ્ટા કરશો તો તમને પાછા ‘એડ’ કરવામાં આવશે. એટલું સમજીલો કે કૃષ્ણ ભગવાને જેટલી સહેલાઈથી ‘ગોકુળ’ છોડ્યું હતું એટલી સહેલાઈથી વોટસેપના ગોપ-ગોપીઓ તમને ગ્રુપ છોડવા નહિ દે.
અમુક ગ્રુપમાં તો નિષ્ક્રિય રહેતા મેમ્બરને મેસેજીસના ગોદા મારીને જગાડવાનો રીવાજ હોય છે. હવે રોજે રોજ માણસ કેટલું પ્રદાન કરી શકે? એની પણ કોઈ મજબૂરી હોઈ શકે છે. બીજા કામ પણ હોય ને! આવું થયું હોય તો તમારે સામે ચાલીને એવા જ થીમવાળા બીજા કોઈ ગ્રુપના મેમ્બર બની જવું અને પછી દિવસમાં એકવાર આલીયાના ગ્રુપમાંથી ઉઠાવીને માલિયાના ગ્રુપમાં અને માલિયાના ગ્રુપમાંથી ઉઠાવીને આલીયાના ગ્રુપમાં કોપી પેસ્ટ કરતા રહેવું! આમાં બંને ગ્રુપમાં કોઈ કોમન મેમ્બર હોય તો ઝલાઈ જવાના ચાન્સીસ ખરા, પણ એ ય મોટે ભાગે તમારી જેમ જ વહેવાર નિભાવતો હશે એટલે ‘તેરી ભી ચુપ, મેરી ભી ચુપ’ના ધોરણે ચાલી જશે.
આમ છતાં પણ તમારે ગ્રુપમાંથી નીકળવું જ હોય પણ નીકળી શકતા ન હોવ કે તમને પ્રેરક સંદેશ બ્રોડકાસ્ટ કરતા અમુક સેન્ટી ભગતોને બ્રેક ન મારી શકતા હોવ તો વોટસેપના સ્ટેટસ મેસેજ સેક્શનમાં જઇ એવું સ્ટેટસ લખો કે પેલો મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં વિચાર કરે. થોડા સેમ્પલ જોઈતા હોય તો અમે આપીએ ...

- તમારા પ્રેરક મેસેજથી હું સુધરવાનો નથી.
- ટોઇલેટ સીટ ઉપર બેસીને મેસેજ ફોરવર્ડ કરવા નહિ.
- કટપ્પા-બાહુબલીવાળો ફોરવર્ડ ૧૩૨૭ વાર આવી ગયો છે
- તમે મોકલેલા ફોટા અને વિડીયો જોવા માટે એક જનમ ઓછો પડે એમ છે!
- મને તમારા બ્રોડકાસ્ટ લીસ્ટમાંથી કાઢો, પ્લીઝ!
- હું લાસ્ટ મેસેજ જોતો નથી અને વાસી મેસેજ વાંચતો નથી
- મને મોકલેલા મેસેજમાં બ્લુ ટીક્સ દેખાય પછી જ નવો મેસેજ મોકલવો
બાકી તો દિવાળીના નાસ્તામાં મઠીયા, હાથે બનાવેલો મોહનથાળ અને તીખાં સક્કરપારા જેવું હોય જ એમ વોટ્સેપમાં પણ હેલ્થવીર, દેશભક્ત, પાર્ટી-ભક્ત, ઘાયલ આશિક અને ખણખોદીયા જેવા ભાત ભાતના લોકો હોય જ છે. જેમ દિવાળીનો આ સ્ટાર્ન્ડડ નાસ્તો કોઈ પોતે ખાતું નથી, પણ બીજાને ધરે છે, તેમ લોકો પોતે વાંચ્યા વગર જ મેસેજ બીજાને ફોરવર્ડ કરી નાખતા હોય છે. આ જુલમ સહન કર્યા વગર તમારી પાસે કોઈ આરો નથી, કારણ કે આમાં તો ‘વો સિતમગર નિકલે જિનસે રહમ કી ઉમ્મીદ થી’ જેવું થતું હોય છે. વળી પાછું ઇંગ્લીશમાં કહ્યું છે કે Never broom in the storm અર્થાત વાવાઝોડા વખતે વાસીદું ન વળાય, પણ અહીં તો તમે સંજવારી નહિ કાઢો તો તમારો મોબાઈલ કચરા ટોપલીમાં ફેરવાઈ જશે એ નક્કી છે. પ્રભુ સહુને શક્તિ આપે!
મસ્કા ફન
જમતી વખતે ટીવી બંધ રાખો.
સાથે મોઢું પણ બંધ રાખશો
તો વજન પણ ઉતરશે.
મસ્કા ફન
જમતી વખતે ટીવી બંધ રાખો.
સાથે મોઢું પણ બંધ રાખશો
તો વજન પણ ઉતરશે.
JORDAR KAKA :P
ReplyDelete