મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |
પીકુ ફિલ્મમાં અમિતાભ ભાસ્કર બેનર્જી નામનાં કચકચિયો બુ્ઢ્ઢાનો રોલ કરે છે. ભાસ્કર બેનરજી બંગાળી મિશ્રિત હિન્દી અંગ્રેજી બોલતો, હોમિયોપેથીમાં માનનાર, ભેજાગેપ, આખાબોલો ટીપીકલ બંગાળી છે, પણ ફોર અ ચેન્જ ક્લીન શેવ્ડ નથી. બંગાળણ જયાજીને પરણનાર અમિતાભજી ઓથેન્ટિક બંગાળી બોલે એ સ્વાભાવિક છે. ભાસ્કર બેનરજી દિલ્હીમાં ટૂંકું નામ ધરાવતી દીકરી પીકુ (દીપિકા) સાથે રહે છે. પીકુ આર્કિટેક્ટ છે અને બેનરજી સાથે રહીને બંગાળી સિવાયની ભાષાઓમાં પણ કચકચ કરતાં શીખી ગઈ છે. ભાસ્કર બેનરજીની જિંદગી કબજિયાતની આસપાસ ગોઠવાયેલી છે. રોજ એક કરતાં વધારે વખત સંડાસનાં આંટા મારવા અને એ પછી એના મૌખિક અને લેખિત (મેસેજ) રીપોર્ટ નોકર-ચાકર અને ઓળખીતાં-પાળખીતાને આપવાનો શોખ ધરાવે છે. બેનરજીએ સારી એવી એનર્જી પોટી ક્રિયા અંગે સંશોધનમાં બગાડી છે, છતાં એની મૂળભૂત શંકાનું સમાધાન થયું નથી. અમારા મતે આનું મુખ્ય કારણ એ છે કે ભાસ્કર બેનરજીએ સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાવા સિવાય કબજિયાતના બધા જ ઉપાય કર્યા છે, જે કારગત નથી નીવડ્યા. ટૂંકમાં થીયોરેટીકલી એને કબજિયાતનો ઉપાય માલુમ છે. આમ છતાં કોઈ નવા ઉપાય બતાવે તો તે અપનાવવા માટે ઓપન માઈન્ડેડ છે, કારણ કે મોશન બાબતે એ ખુબ ઈમોશનલ છે. આ મુદ્દે એ પીકુનું ઈમોશનલ એક્પ્લોઈટેશન પણ કરે છે. પીકુ મુવી ખડખડાટ હસાવવાથી લઈને ઝળહળિયા સુધીની સફર કરાવી દે છે. અમિતાભના ચાહક તરીકે અમારા માટે પીકુ એક યાદગાર ફિલ્મ બની રહેશે.
પણ વાત સિત્તેરે પહોંચેલા બુ્ઢ્ઢાઓની કરવાની છે. બુ્ઢ્ઢેશો પોતાનાં મત સાથે સૌ સહમત હોય એવું એ ઝંખતા હોય છે. આનું કારણ એ છે કે આખી જિંદગી પોતાના મા-બાપ, કુટુંબની જવાબદારીઓ, નોકરીની લાચારીઓ, અને નાણાકીય અગવડો ભોગવ્યા બાદ એને બાકી રહેલી જિંદગી એમને પોતાની રીતે જીવવી હોય છે.
આમ તો મિડલ એજથી જ મનુષ્યોમાં હેલ્થ-સ્કેર થવા લાગે છે. અમોલ પાલેકરે ‘મેરી બીવી કી શાદી’ ફિલ્મમાં આવા એક હાઈપોકોન્ડ્રીઆકનો રોલ કરેલ. બગીચામાં ચાલવા આવતા જે બુ્ઢ્ઢાઓને તમે જુઓ છો તેમાંના મોટા ભાગનાં ડર કે ડોકટરના પ્રિસ્ક્રીપ્શનથી ચાલવા આવે છે. ડોકટરે કીધેલ ‘ચાલીસ મિનીટ ચાલશો નહિ તો નહિ ચાલે’ વાક્યની અસર શબ્દશ: બસંતીને ગબ્બરે કીધેલ ‘જબ તક તેરે પેર ચલેંગે ઇસકી સાંસ ચલેગી’ જેવી થાય છે. આરોગ્ય અંગે આ બુ્ઢ્ઢાઓને બે ભાગમાં વહેંચી શકાય ૧) જેમને સીરીયસ તકલીફ છે અને છતાં બિન્દાસ્ત જીવે છે અને ૨) જેમને કોઈ તકલીફ નથી છતાં મરતાં મરતાં જીવે છે. એક કે જેમને ના પાડી હોય એ બધું બાળકની જેમ કરે છે. ગળ્યું અને તળેલું ખાવાની ના પાડી હોય ત્યારે સલાડ છોડીને ગુલાબ જાંબુ પર એ પહેલો હાથ મારે. ચાલવાનું કીધું હોય તો ઘરમાં બેસી રહે. આંખોની તકલીફ હોય તોયે કાર ચલાવે, અને ટાંટિયા ભમતાં હોય તોયે મંદિર જાય. હાર્ટની તકલીફ હોય તોય પ્રવાસો ગોઠવે અને એવા જ કોક પ્રવાસમાં કુટુંબીજનોને ‘ચાલો તીર્થસ્થાનમાં દેહ પડ્યો એટલું સારું છે’ એવું આશ્વાસન લેતાં મૂકી પરલોકના પ્રવાસે ચાલ્યા જાય છે.
જેમ ધરતીકંપ પછી ઘર ટેકનીકલી સુરક્ષિત હોય છે તેઓ પણ પોતાના ઘરમાં સૂતાં પણ ડરે છે, તેમ પોતાનાં કોક ન નિકટના દોસ્તારની ટીકીટ વહેલી ફાટી ગઈ હોય એનાં આઘાતમાં બીજા પ્રકારના બુ્ઢ્ઢાઓ પોતે સાજાનરવા હોય તો પણ વૈરાગ્યમય જીવન વ્યતીત કરે છે. ‘સાંજે આઠ પછી નથી જમતો’, ‘ડ્રાઈવિંગ બંધ કરી દીધું છે’, ‘બહાર જતાં ડર લાગે છે’, ‘હવે ઉંમર થઈ ગઈ,’ ‘પાકા ઘડે કાંઠલા ન ચઢે’ આવું બધું રીટાયર થયાના છ મહિનામાં બોલતાં થઈ જાય છે. રોજ કલાકો છાપામાં મ્હોં નાખીને બેસી રહેનાર આવા વડીલોને તિવારીઓ, બાબાઓ અને બાપુઓ, કે પછી ઇન્ડીયન પોલીટીકલ લીગના એવરગ્રીન સીનીયર સિટીઝનો જાણે દેખાતાં જ નથી !
બુ્ઢ્ઢાઓની એક ખાસિયત છે એમની કચકચ. એમની ફરિયાદો સાચી પણ હોય અને ખોટી પણ હોય. આખો દિવસ ન્યૂઝ ચેનલ જોઈ લોહી બાળે અને પછી હિમોગ્લોબીન ઓછું થઈ ગયાની ફરિયાદ કરે. ડેન્ટીસ્ટને દાંત કઈ રીતે કાઢવોથી લઈને કુરિયર ડીલીવર કરનારને કયા સમયે ડીલીવરી કરવા અવાય એ બાબતે લેકચર આપે. એમની ફરિયાદો પણ ઇનોવેટીવ હોય, જેમ કે ‘મારી એકસરસાઈઝ સાયકલમાં કોણે પંચર પાડ્યું?’ પાછું એમને બધું ટાઈમ-ટુ-ટાઈમ જોઈએ, ક્યાંય જવાનું ન હોય તોયે. એમને દહીંથી કબજીયાત, છાશથી ઓડકાર અને દુધથી ઝાડા થાય, પણ દિવસમાં છ વખત ચા પીવાથી કશું ન થાય ! ઘરમાં કોઈ મહેમાન આવે તો એને આવાં વડીલો ધરાર ચા પીવા આગ્રહ કરે, અને પછી રસોડા તરફ ‘એક રકાબી મારી પણ ભેગી મૂકજે’ ઓર્ડર પાસ ઓન કરે.
ઘડપણમાં યાદશક્તિ નબળી પડે છે. જોકે મેડીકલી ઉંમર થાય એટલે શોર્ટ ટર્મ મેમરી પર વધારે અસર થાય છે, પણ લોંગ ટર્મ મેમરી જળવાયેલી રહે છે. આનો સૌથી વધુ ભોગ નજીકના બને છે. ઘરડાં અગાઉ કહેલી વાત ભૂલી જઈ, એની એ વાત, એના એ વ્યક્તિને, અથ થી લઈ ને ઇતિ સુધી, દરવખતે એક સરખાં ઉત્સાહ સાથે કરે છે. પણ ચૌદમી વખત સાંભળનાર વાત એટલા જ ઉત્સાહથી વાત ન સાંભળે, તો પાછું એમને લાગી આવે છે. ચશ્માં ખોવાઈ જતાં આખું ઘર માથે લેતાં આ ભૂલકણા કાકાઓ એફડી રીન્યુ કરાવવાની અને હયાતીના સર્ટીફીકેટ જમા કરાવવાની ડ્યુ ડેટ કદી નથી ભૂલતાં, એટલું એમના વારસદારોનું સદભાગ્ય છે!
લાચારી અને ખુદ્દારી સાથે જીવનાર વૃધ્ધોના અઢળક દાખલા આપણી આસપાસ જોવા મળશે. સિત્તેર વર્ષે પિસ્તાલીસના દીકરાને ધોલ મારનારા પણ અમે જોયાં છે. એટલે આ તો ઉદાહરણ છે, આવા કાકાઓ પાસેથી ખુમારી શીખવાની છે, ધોલ મારવાનું નહીં. પણ આવા કાકાઓને મળવું આનંદદાયક બની રહે છે. એમણે ઈસ્ત્રી ટાઈટ જીન્સને ટીશર્ટ પહેર્યું હોય. નવરાશનો ઉપયોગ કરીને વાળ સરસ કપાવેલ અને કલપ કરાવેલ હોય. હીપ-પોકેટમાં કાંસકો તો હોય જ પાછો. સ્માર્ટ ફોન હોય અને એ વાપરતાં પણ આવડતું હોય. પંચ્યાશી ટકા ટાલ ધરાવનાર મારા પપ્પા બ્યાંસી વરસ જીવ્યા ત્યાં સુધી વાળમાં ડાઈ કરતાં/કરાવતાં. પાછલા વર્ષોમાં એમની સાથે રોજ કોઈક નાની મોટી રકઝક થતી, છતાં એ ગયા પછી જે શૂન્યાવકાશ પડ્યો છે એ હજી ભરાયો નથી. ભાગ્યે જ કોઈ એવું હશે જેને પીકુ જોઇને બાપનાં ઘડપણમાં સાથે વીતાવેલો સમય નજર સમક્ષ તરવર્યો ન હોય ને એ યાદ કરી આંખમાં ઝળઝળિયાં ન આવ્યા હોય.

No comments:
Post a Comment