Thursday, January 15, 2015

ઉત્તરાયણ સ્પેશિયલ ટચુકડી જાહેરાતો

અધીર ન્યૂઝ નેટવર્ક દ્વારા ઉત્તરાયણ સ્પેશિયલ જાહેરાતો તદ્દન મફત ...

--


1. બીજાના ધાબા પરનાં કોઈ પણ બ્રાન્ડના ડીવીડી/એમપી૩ પ્લેયરમાં વાગતું ગીત બદલી શકે અને વોલ્યુમ ધીમું કરી શકે એવા યુનિવર્સલ રીમોટ મળશે.
2. બાયનોક્યુલરનો જમાનો ગયો. તમારા પસંદગીના ધાબાનું લાઈવ સ્ટ્રીમીંગ સીધું ગુગલ ગ્લાસમાં કરાવવા માટે મળો. ઝુમની ફેસીલીટી સાથે. વાયા વ્યુટ્યુબ.કોમ
3. ગાયને ઓનલાઈન ઘાસ ખવડાવો. આજે જ લોગ ઇન કરો ગાયોનેઘાસ.કોમ
4. તલસાંકળી અને ચીકીથી તૂટેલા દાંતની ઈમરજન્સી સારવાર માટે મળો : ડૉ. બોમન ખારવાલા
5. ઉત્તરાયણમાં હાથમાં પડેલા કાપાને કારણે લોહીની કમી અને એનિમિયા થઈ શકે છે. અમારા વધારે પડતાં હોંશિયાર ડોક્ટરો પર તમારી સારવાર છોડી દો. કોન્ટેક્ટ: રશિયા હોસ્પિટલ.
 

6. ફાટેલી ગુંદરપટ્ટી સાંધવા માટે મેજીક ગ્લુ મળશે.
7. આજુબાજુના ધાબામાંથી જોતાં કોઈ બેહદ સુંદર છોકરી ફીરકી પકડીને ઊભી હોય એવા આબેહુબ દેખાવનું હાથના હલનચલન થાય એવું મેનીક્વીન મળશે.
8. ચાઈનીઝ ટુક્કલથી લાગેલી આગ ઠારવા ફાયર એકસ્ટીન્ગ્યુશર મળશે.
9. પેચ લેતાં પહેલાં સામેવાળાની દોરી કેવી છે તેની એનાલીસીસ કરી આપતી એન્ડ્રોઇડ એપ આજે જ ડાઉનલોડ કરો. એપનું નામ ભૂલતા નહી, “આની સાથે પેચ લેવાય?”
10. પતંગનું કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ કરી આપવામાં આવશે.

No comments:

Post a Comment