| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૪-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી |
પરસેવો અને રૂપિયા વચ્ચે કોઈ સંબંધ હોય એવું અમે નથી માનતા. પરસેવો પાડીને મજૂર લોકો રૂપિયા કમાય છે. એમાં પરસેવો પાડનાર ઉતરતો છે એવું અમે નથી કહેતાં. જેની જેવી આવડત અને જેવી હોંશિયારી એવા કામ કરે. જો બધાં ઓફિસમાં બેસી કામ કરે તો ચાની કીટલી કોણ ચલાવે? દુનિયાના ટોચના ધનપતિ બિલ ગેટ્સે પરસેવો પાડ્યો હશે કે કેમ એ સવાલ છે. શેરબજારના માંધાતા વોરન બફેટ પણ અક્કલથી કમાયા છે. ઇન્ફોસીસના નારાયણ મુર્થીએ પણ કદાચ પરસેવો નહીં પાડ્યો હોય. આ સામે ભારતના ટોચના ક્રિકેટર સચિન તેન્ડુલકરે ઘણો પરસેવો પાડ્યો છે ત્યારે એ ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે. અમે પોતે સિવિલ એન્જીન્યર તરીકે સાઈટ પર કામ કરી પરસેવો પાડતાં હતાં ત્યારે ચણા-મમરા જેટલી સેલરી મળતી હતી અને જેમ જેમ પરસેવો ઓછો થતો ગયો તેમ તેમ સેલરી વધતી ગઈ! એમ જુઓ તો કમ્પ્યુટર અને સોફ્ટવેર એન્જીનીયર તો કાયમ એસીમાં જ રહે છે. આમ પરસેવો મહેનતનો પર્યાય છે. પરસેવાનું પોતાનું કંઈ મહત્વ નથી.
ગ્રામોફોન અને લાઈટ બલ્બના શોધક થોમસ એડીસને સૌથી પહેલા પરસેવાનો મહિમા ગાયો હતો. એડીસને ‘જીનીયસ ઇઝ વન પરસેન્ટ ઇન્સ્પિરેશન નાઈન્ટી નાઈન પરસેન્ટ પરસ્પીરેશન’ કહ્યું હતું. એડીસનના નામે ૧૦૯૩ પેટન્ટ છે. એ બે વાર પરણ્યો હતો અને એને છ બાળકો હતાં. એડીસને જનરલ ઇલેક્ટ્રિક નામની ફેમસ કંપની સ્થાપી હતી, પણ શરૂઆત એણે ટ્રેઈનમાં પીપરમીન્ટ અને છાપા વેચવાના કામથી કરી હતી, જેમાં એણે ખરા અર્થમાં પરસેવો પાડ્યો હતો. પછી એણે પરસેવો પાડવાને બદલે અક્કલથી કામ લેવાની શરુ કર્યું. અને રેસ્ટ ઇઝ હિસ્ટરી. જોકે વિજ્ઞાનની ઘણી શોધ આળસુ લોકોને કારણે થઈ હોવાનું મનાય છે. દાખલા તરીકે એક મહાશયની પત્નીના ડ્રેસમાં પાછળની તરફ આવેલા હુક બંધ કરવાની રોજિંદી ડ્યુટીથી કંટાળીને એમણે ઝીપની શોધ કરી હતી, જેની પેટન્ટ એમના કોઈ મિત્રે કરાવી લીધી હતી!

કહેવતોમાં પરસેવાનો મહિમા અંગ્રેજીમાં જ નહીં, ગુજરાતીમાં પણ ગવાયો છે. ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય’ એ કહેવતમાં સિદ્ધિ નામની છોકરીના લગનની વાત નથી. આજકાલ છોકરીઓ આમેય સ્માર્ટ છોકરાં શોધે છે, પરસેવો પાડે એવા મજુરીયા નહિ. સિદ્ધિ નામની છોકરી હોય કે સિદ્ધિ-અચીવમેન્ટ, બેઉને પરસેવા સાથે નહાવા નિચોવવાનો સંબંધ નથી રહ્યો. ગુજરાતી તો આમેય અક્કલથી કમાણી કરવામાં માને છે. ગુજરાતી જીમ ઉભું કરી બીજાને પરસેવો પડાવી પોતે એસીમાં બેસી રૂપિયા ગણવામાં માને છે. ગુજરાતી ચેરિટી માટે મેરાથોન ઓર્ગેનાઈઝ કરશે, પણ પોતે દોડશે નહિ. ગુજરાતી ધંધો કરશે, શેર બજાર કરશે, કોમ્પ્યુટરનું કરશે, અરે વખત આવ્યે આખા ગામનું કરશે પણ પરસેવો થાય એવું કામ એ સૌથી છેલ્લું કરશે!
તોયે એ માન્યતા વ્યાપક છે કે લોકો પરસેવો પાડી રૂપિયા કમાય છે. પછી રૂપિયા વધુ કમાય એટલે પરસેવો પાડવાનું બંધ કરી દે છે. પછી શરીર પર ચરબીના થર જામે છે. એમાં ભારે શરીર હોય તો વગર મહેનત કરે પરસેવો થાય છે. છેવટે એક દિવસ ડોક્ટર કહે કે હવે તમે કસરત નહિ કરો તો તકલીફ થશે. ત્યારે ભાઈ કસરત કરવા જીમમાં જાય છે. અહીં કહાણી અવળી થાય છે. હવે એ પરસેવો પાડવા ટ્રેઇનર રાખે છે અને એની પાછળ રૂપિયા ખર્ચે છે. આને આઈરની કહેવાય કે બીજું કંઈ? આમ કહેવાતી પરસેવાની કમાણી પછી આખી જીંદગી પરસેવો રોકવાને પરસેવાની ગંધ છુપાવવામાં વપરાય છે. એરકન્ડીશન બંગલો, ઓફીસ અને ગાડી ખરીદવામાં પરસેવો પાડીને કમાયેલા રૂપિયા પાણીની જેમ ખર્ચાય છે. રૂપિયા ડીઓ અને પરફ્યુમ ખરીદવામાં પણ વપરાય છે. સસ્તા પોલીએસ્ટર કપડાને બદલે મોંઘા સુતરાઉ કપડા પહેરવામાં જાય છે. ‘ઘમોરીયા’ નામના ભયાનક જાહેરાતી રાક્ષસથી બચવા પાવડર છાંટવામાં પણ રૂપિયા ઉડી જાય છે!
પરસેવો પાડનાર ગંધાય છે. એટલે એણે ડીઓ છાંટવું પડે છે. પણ ડીઓ છાંટવું આપણી સંસ્કૃતિમાં નહોતું. શાસ્ત્રોમાં અત્તર અને સુગંધિત દ્રવ્યોનો ઉલ્લેખ છે. પણ ડીઓનો ઉલ્લેખ નથી. કદાચ એ વખતે અત્તરમાં હવાની ભેળસેળ કરવાની ટેકનોલોજી ઉપલબ્ધ નહીં હોય. કે પછી એ જમાનામાં ભેળસેળિયા સામે કડક પગલા લેવામાં આવતાં હશે. આમેય એ સમયમાં રાજા-મહારાજા શર્ટ નહોતા પહેરતા. મોટે ભાગે તો અમે ચિત્રોમાં નીચે પીતામ્બરમાં જ જોયા છે. એટલે શરીરનો ઉત્તરાર્ધ ઓપન એર રહેવાથી પરસેવો રેલાયા પહેલા જ સુકાઈ જતો હશે. આમેય રાજાને તો પંખો નાખનાર પણ હોય. એ વખતે આમ જનતામાં પુરુષો બગલમાં મોટા બાકોરાવાળી બંડી પહેરતા. એમાં બગલમાં પરસેવો થાય નહિ. આ તો અત્યારના મોડર્ન ડ્રેસિંગ છે કે જે આ બધી સમસ્યાઓ ઊભી કરે છે. એમાંય સમસ્યા એટલે વકરે છે કે પરસેવાના કારકને પોતાને ખુદને પરસેવાની વાસ એટલી સતાવતી નથી જેટલી અન્યને અસર કરે છે.
મુંબઈનું વાતાવરણ, ભીડ અને લોકલ ટ્રેઈન્સના લીધે મુંબઈગરા પરસેવાની કમાણી ખાનારા છે. ડીઓ કંપનીઓ માટે મુંબઈ પરસેવા કેપિટલ છે. અમે એકવાર એવી કલ્પના કરી હતી કે આઇઆઇટીનું કોક બાળક મુંબઈ લોકલ ટ્રેઈનમાં માણસને થતો પરસેવો એકત્ર કરવા અને એ પરસેવામાંથી મીઠું અને મીનરલ વોટર પેદા કરવાનો પ્રોજેક્ટ લઈને આવે છે. આ પ્રોજેક્ટમાં વિરારથી ચર્ચગેટ સુધી ટ્રાવેલ કરનાર માણસ દર મહિને પાંચ-દસ હજારની બગલ ઇન્કમ ઊભી કરે છે. દરેક મુસાફર શરીર પર પરસેવો એકત્ર કરવાની સિસ્ટમ લગાડી યુરીન બેગ જેવી જ પરસેવા બેગમાં પરસેવો એકત્ર કરે છે. ઉતરતી વખતે સ્ટેશન પર પ્લાન્ટમાં એ જમા કરાવે છે જ્યાં ડીસ્ટીલેશનથી મીઠું અને આરઓ વોટર છુટું પાડવામાં આવે છે. જોકે ગુજરાતી જ આવું કરી શકે. પરસેવો પાડીને રૂપિયા તો સૌ કમાય, પણ એ પરસેવામાંથી મીઠું છુટું પાડી વેચી આવે એ ગુજરાતી!

No comments:
Post a Comment