Wednesday, February 05, 2014

સિરીયલ બંધ કરાવવા સોપારી આપી


મુંબઈ તા. ૩૦-૦૧-૨૦૧૪
by adhir amdavadi
 
કલર્સ ચેનલ પર આવતી એક જાણતી સીરીયલની અભિનેત્રીને ફોન પર સિરીયલમાં જો કામ કરશે તો જાનથી હાથ ધોઈ બેસશે એવી ધમકી મળતાં એણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આ જ સીરીયલના નિર્માતાને પણ સિરીયલ બંધ કરવા ધમકી મળતાં સૌ ચોંકી ઉઠ્યા હતાં. પોલીસે કોલ ટ્રેસ કરતાં સાકીનાકાનાં પોતાની જાતને સામજિક કાર્યકર કહેવડાવતા ચપ્પુ જુનિયરની ધરપકડ કરી હતી. આકરી પુછપરછમાં ચપ્પુએ ભાયંદરનાં પ્રકાશ કંટાલ ગયેનું નામ આપ્યું હતું. ગયેએ પોલીસને પોતાની કથની કહેતા ખુદ પોલીસની આંખમાં આંસુ આવી ને ગયા હતાં. 


પ્રકાશ ગયેના કહેવા મુજબ રોજ સાંજે એ ઘેર આવે તો પત્ની જાહેરાત સિવાય દરવાજો ખોલતી નથી આથી એણે ચાલીમાં આંટા મારવા પડતાં. ઘેર પહોંચ્યા પછી બે ત્રણ રડારોળ વાળી સીરીયલ પતે પછી જ તે જમવા પામતો. જમવામાં પણ જે દિવસે સીરીયલમાં હિરોઈનને લાફો પડ્યો હોય તે દિવસે વઘારમાં ચોક્કસ દાવ થયો હોય. લગ્ન પછી પ્રકાશનું વજન સાડા સાત કિલો ઘટી જવા પામ્યું હતું. એ પણ એક ટંક ઓફિસની કેન્ટીનનું ખાતો હતો એટલે. 

આમ રોજ રોજનાં ગૃહકલેશથી કંટાળીને એણે નક્કી કર્યું હતું કે જો સાંજની સીરીયલો બંધ થાય તો એ  સુખેથી જીવી શકે. એકવાર રેલવે સ્ટેશન પર ચપ્પુને કોઈ વેપારી સાથે કોઈ બી કામ હો અપુન કો બોલને કાકહેતા સાંભળી ગયો અને પછી એનો સંપર્ક કર્યો હતો. આમાં કોઈનું ખૂન કરવાનું ન હોવાથી મામલો માત્ર દસ હજારમાં નક્કી થયો હતો. એવું મનાય છે કે પોલીસ કંટાલ ગયેનો કેસ નબળો કરી નાખે તેવી શક્યતા છે કારણ કે ઇન્સ્પેકટરનાં ખુદના ઘરમાં આ કલર્સની સીરીયલોએ દાટ વાળ્યો છે.

2 comments:

  1. Hilarious...made me ROFL at 2:00 night....thank you...!!!

    ReplyDelete
  2. Hilarious....made me ROFL at 2:00 night...thank you

    ReplyDelete