by Adhir Amdavadi
January 16, 2014
અમદાવાદ ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ વખતે પવન સારો રહેતા સૌ કોઇએ પતંગોત્સવની મોજ માણી. પણ હંમેશા કાંઇક નવુ કરવા તત્પર રહેતા આપણા અધીર અમદાવાદી આ ઉત્તરાયણમાંથી કેટલીક મહત્વની બાબતો શિખ્યા છે, તો તમે પણ જાણો શું શિખ્યા અધીર અમદાવાદી....
January 16, 2014
અમદાવાદ ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ વખતે પવન સારો રહેતા સૌ કોઇએ પતંગોત્સવની મોજ માણી. પણ હંમેશા કાંઇક નવુ કરવા તત્પર રહેતા આપણા અધીર અમદાવાદી આ ઉત્તરાયણમાંથી કેટલીક મહત્વની બાબતો શિખ્યા છે, તો તમે પણ જાણો શું શિખ્યા અધીર અમદાવાદી....
- જે પતંગ પાછળ તમે દોડો છો એ તમારા હાથમાં જ આવશે એની કોઈ ખાતરી નથી.
- ઝાડુથી પતંગ પકડવામાં તમે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરો તેવી છાપ ઊભી થઈ શકે છે.
- જે પત્તંગ છાશ/છાપ ખાય તેવો હોય, તેનો ઢઢ્ઢો કિન્ના બાંધતા પહેલાં વાળી લેવો નહીંતર કિન્ના બાંધવાની મહેનત માથે પડે છે.
- એડવાન્સમાં જથ્થાબંધ કિન્ના બાંધનાર દિવસના અંતે ‘તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર’ કહેવત યાદ કરે છે.
- જુનાં પતંગ સાચવી રાખનાર આવતી સાલ આ સાલના નવા પતંગ જુનાં કરી ચગાવવા પામે છે.
- કિન્ન બાંધવાના કામ કોઈ તમારા માથે પરાણે થોપે તો તેમાંથી બચવા ખરાબ કિન્ના બાંધવાથી અકસીર ઉપાય કોઈ નથી.
- પતંગ કપાયા પછી ચીકી ખાવાથી ડીપ્રેશનમાં રાહત મળે છે.
- મોટાભાગના લોકો માટે ‘કેટલાં પતંગ કપાયા’ કરતાં મહત્વનો પ્રશ્ન ‘કોણે કાપ્યા’ એ હોય છે.
- નવા હિન્દી ગીતોમાં દમ ન હોવાથી આ વખતે ધ્વનિ-પ્રદુષણમાં રાહત જોવા મળી હતી.
- ગુંદરપટ્ટીનું વજન જેમાં પતંગના વજન કરતાં વધું હોય તેવો પતંગ ચગતો નથી.
- પવન ન હોય તેવા સમયમાં અધીર અમદાવાદી જેવા ડાહ્યા માણસો આરામ કરે છે અને બાકીના રાત્રે બાવડા ઉપર માલીશ.
- દર વર્ષે ‘ગઈસાલની દોરી આનાં કરતાં સારી હતી’ એવો વિચાર આવે છે.
- પતંગ ચગાવવો એ કળા છે. મધ્યમથી સારા પવનમાં આ નિયમ લાગુ નથી પડતો.
- ‘હવેલી લેતા ગુજરાત ખોયું’ કહેવત ચાલુ પતંગે કપાયેલ પતંગ પકડવા જનારને યાદ નથી હોતી.
- છૂટ અપાવવા માટે કહેનાર શીખાઉમાં ખપે છે.
- ‘ગઈ સાલ બહુ કાપ્યા હતાં’ એવું કહેનારની વાત માનવી નહી.
- પવનની દિશા કાયમ અવળી જ હોય છે.
- ફિરકી પકડાનારનું ધ્યાન વોટ્સેપ અને ફેસબુકમાં હોય તો પતંગ કપાઈ જાય છે.
- પતંગ ચગાવનારનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુકમાં હોય તો પણ પતંગ કપાઈ જાય છે. અન્યથા ભરાઈ તો અવશ્ય જાય છે.
- પતંગ ચગાવનાર અને ફિરકી પકડનાર બંનેનું ધ્યાન વોટ્સેપ કે ફેસબુક પર હોય તો બેઉ એક જ જાતિના (બેઉ પુરુષ અથવા બેઉ સ્ત્રી) હશે.
- સલમાન ખાન અને અમિતાભ બચ્ચન અમદાવાદમાં આવી પતંગ ચગાવે એનાંથી અમદાવાદમાં ઉત્તરાયણના ઉત્સાહમાં કોઈ ફેર નથી પડતો. એ તો કાયમ ફુલ્લ ટુ ટોપ પર જ હોય છે !
Full to top observation. Adhir chhe etale magaj bahu tej dode chhe.
ReplyDelete