by adhir amdavadi
અસરાની: હમ
અંગ્રેજ કે જમાને કે જેલર હે ....
--
વીરુ : બસંતી ઇન પાગલ
કુત્તો કે સામને મત નાચના
સાલું, ગબ્બરના અડ્ડામાં
પણ અમદાવાદની જેમ કૂતરાની સમસ્યા હતી.
--
બસંતી : મુઝે જ્યાદા બાત
કરને કિ આદત તો હૈ નહી
હા બકા, આખા રસ્તે ધન્નો
બોલતી હતી.
--
જય : મેરા તો દિલ હિ કુછ
ઐસા હે મોસી ....
કે પછી તું પણ બસંતીની
લાઈનમાં છે ભાઈ એટલે બચારા વિરુની ફિલમ ઉતારી મોસી આગળ?
ગબ્બર: યે હાથ મુઝે દેદે ઠાકુર
જો ગબ્બર, જો હાથની મસ્તી
નહી કરવાની.
--
ગબ્બર : કિતને આદમી થે ?
બોસ દેખાતાં તો બે જણા, પણ
આદમી હતાં કે ઓરત એ આજકાલ ચેક કર્યા વગર કહેવાય નહી!
--
ચાચા : અરે ભાઇ યહાં ઇતના
સન્નાટા કયું હૈ ?
ચાચા તમારા ડાયલોગથી બોર
થઈને બધાં નાહી જ્યા!
--
ગબ્બર : વો દો થે, ઓર તુમ તીન,
ફિર ભી વાપસ આ ગયે? ખાલી હાથ
એલ્ચ્યુઅલી બોસ અમે નક્કી
ન કરી શક્યા કે જય સાથે બે જણ લડે કે વીરુ સાથે. ચાર ગયા હોત તો એક પર બબ્બે જણ થઈ
ને દબોચી લાવત.
--
જય-વીરુ (સુરમાં ભોપાલીને)
: હમ જેલ જાના ચાહતે હૈ ..
સાલું તમે પેલ્લા જોયા,
અહિં તો જેલનું નામ પડે ને બધાં બીમાર પડી જઈ હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે!
--
ગબ્બર : જો ડર ગયા, સમજો મર
ગયા
સરદાર શરૂઆતમાં ઠાકુર બલદેવ
સિંહ પાછળ પડ્યા ત્યારે તમે ઊભી પૂંછડીએ ભાગ્યા’તા એ ભૂલી ગયા સરદાર?
No comments:
Post a Comment