by adhir amdavadi
1. ‘ન બોલવામાં નવ ગુણ’ કહેવતને પ્રધાનમંત્રી ‘કહેવત ઓફ ધ ડીકેડ’ એવોર્ડ.
2. કરણ જોહરે પોતે વર્જીન છે એવું જાહેર કર્યું.
3. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ફ્લોપ સંતાનો માટે સરકારનું રાહત પેકેજ જાહેર.
4. રામ ગોપાલ વર્મા દિલ્હી ઇલેક્શન પર ફિલ્મ બનાવશે.
5. લોકસભા ઇલેક્શનમાં ડિપોઝીટ ડુલ થઈ હોય તેવા રૂપિયાથી ઇલેક્શન કમિશને ટાપુ ખરીદ્યો. અગામી ચૂંટણીઓનું સંચાલન આ ટાપુથી થશે.
6. અનેક ફ્લાયઓવર છતાં સુરતમાં ટ્રાફિકની સમસ્યા વકરતા હવે એકની ઉપર બીજો એવા ડબલ ડેકર ફ્લાયઓવર બનશે.
7. રાજકોટમાં વિપ્ર યુવાનનો એક જ પાન ખાઈ ૯૧ પિચકારી મારવાનો રેકોર્ડ લીમ્કા બુકમાં.
8. વોટ્સ એપ વાપરવાની ના પાડતાં કોસંબામાં પરણિતાએ કુવો પૂર્યો.
9. અમદાવાદમાં ભસતા કૂતરાના અવાજને નોઇઝ પોલ્યુશન તરીકે ગણવા જાહેર હિતની અરજી.
10. અમદાવાદી કટિંગ ચા હવે દવા પીવાની ઢાંકણી જેટલાં નાના કપમાં મળતી થઈ.
11. અમદાવાદમાં પાણીની લાઈનમાં ગટર લાઈન ભળી જતાં કમળો ફેલાયો.
12. ચૂંટણીલક્ષી બજેટમાં નોકરિયાતો માટે ઇન્કમટેક્સમાં રાહત.
13. બજેટમાં ટ્રેઈનના ભાડા યથાવત.
14. બજેટ પછી ડુંગળી વધુ સસ્તી થવાથી અમીરોનો ડુંગળી ખાવામાંથી રસ ઉડી ગયો.
15. અમદાવાદ મેટ્રો રેલનો રુટ અઢારમી વખત બદલાયો.
16. ટોઈલેટમાં છાપાંને બદલે વોટ્સએપનો વધતો જતો ક્રેઝ.
17. ચોમાસામાં અન્ડરપાસમાં પાણી ન ભરાય એનાં માટે અમદાવાદ મુનસીટાપલી કમિશ્નરે રાખી બાધા.
18. છાપામાં પેઈડ ન્યુઝ છપાવવા માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ થઈ.
19. વિકાસ પથ ઉપર ખાડા ખોદવા પર હાઈકોર્ટની રોક.
20. લોકસભાના ઇલેક્શન પછી ભારતના વિઝા મેળવવા માટે ઓબામાના ધમપછાડા.

No comments:
Post a Comment