| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૨-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |
મુંબઈગરાને શિયાળાનો અનુભવ કરવા મુંબઈ બહાર જવું પડે. પણ ગુજરાતમાં શિયાળો આવે એટલે જાણે રણશિંગુ ફૂંકાયું હોય અને માભોમની હાકલ પડી હોય એમ લોકો શરીરની રક્ષા કાજે ઉત્સાહથી ઘરની બહાર નીકળી પડે છે. ચાલતા જ. અહિં તો ‘રન ફોર યુનીટી’માં પણ બધાં રનવાને બદલે વોકે. એમાંય મિડલ એજ પુરુષોમાં આવી વોક્વાની હાકલ વધારે પડે. મિડલ કલાસથી ઉપરના ક્લાસમાં પણ ઝાઝી પડે. વરસમાં એક વાર નહી, ચાર-પાંચ વાર પડે. એમાં ડોક્ટરો સૂત્ર આપે કે ‘ચાલીસ પછી ચાલ્યા વગર નહી ચાલે’. ચાલીસીમાં પહોંચતા જયારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એને સંલગ્ન રોગો જયારે ડોકિયા કરવા લાગ્યા હોય ત્યારે સવારે ઉઠવાની આળસ અને ચાલવાનો કંટાળાનો ભારે મને ત્યાગ કરવો પડે છે.

ચાલવા માટે બગીચામાં જવાનો રીવાજ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે. ‘જોગર્સ પાર્ક’ નામની એક હિન્દી ફિલ્મ બની એ પછી તો ભીખાભાઈ અમથાભાઈ મુનસીટાપલી ગાર્ડન પણ બી.એ. જોગર્સ પાર્ક બની ગયા છે. પણ નામ બદલવાથી બગીચાની તકદીર બદલાતી નથી. અહિં તો એજ કોર્પોરેટરના નામની તકતી લાગેલા બાંકડા હોય, ઘાસચાર કૌભાંડની યાદ અપાવતું પીળું ઘાસ હોય, અને બાળકોને રમવા માટેના તૂટેલ ફૂટેલ સાધનો હોય, અને તોયે એ કહેવાય પાછો જોગર્સ પાર્ક. ને હરામ બરાબર જો એમાં કોઈ જોગિંગ કરતું જોવા મળે તો! મોટે ભાગે એમાં ચાલનાર જ હોય. એટલે જ આવા બગીચાઓને જોગર્સ પાર્કને બદલે વોકર્સ પાર્ક કહેવા વધું યોગ્ય છે. તમે એમ કહેશો કે ‘ના, અમે તો ઘણા લોકોને દોડતા જોઈએ છીએ’. તો એ વિચારજો કે ખરેખર એ કેટલું દોડે છે. મોટેભાગે તો તમે જો સામસામેની દિશામાં ચાલતાં હોવ તો બે વાર તમને ક્રોસ થાય તો તમે ઈમ્પ્રેસ થઈ જાવ છો. પછી તો તમે પોતે જ નીકળી ગયા હોવ, એટલે પેલા એક રાઉન્ડ દોડ્નારને અમથું જ સર્ટીફીકેટ મળી જાય ને!
ચાલનારામાં ચાલતાં ચાલતાં ઈતર પ્રવૃત્તિ કરવાનો શોખ જોવા મળે છે. ચાલતી વખતે હાથની એક્સરસાઈઝ કરવાનો રીવાજ ઘણો પ્રચલિત છે. આમાં ચપટી યોગ કરવો, હાથ ઊંચાનીચા કરવા, મુઠીઓ વાળી કાંડાને ક્લોકવાઈઝ અને એન્ટી ક્લોકવાઈઝ ફેરવવા અને તાળી પાડવી જેવી ક્રિયાઓ મુખ્ય છે. પાછાં તાળી યોગ કરનાર બે પ્રકારના મનુષ્યો બગીચામાં જોવા મળે. એક કે જે ચાલતા ચાલતા તાળી પાડતાં હોય છે અને બીજાં કે જે તાળી પાડતાં પાડતાં ચાલતા હોય છે. આગળ દર્શાવેલ બે ક્રિયામાં શાબ્દિક ફેર ખાસ નહી લાગે તમને. પણ તાત્વિક ફેર ઘણો છે. જેમ કે ચાલતાં ચાલતાં તાળી પાડનાર માટે મુખ્ય ક્રિયા ચાલવાની છે, અને તાળી એ ગૌણ ક્રિયા છે. જયારે તાળી પાડતાં પાડતાં ચાલનાર માટે તાળી મુખ્ય ક્રિયા છે અને ચાલવું ગૌણ. આમ બીજાં પ્રકારના મનુષ્યો ઝડપથી ચાલનાર અન્ય ઉત્સાહીઓને શક્ય એટલાં નડતા જોવા મળે છે.
મોર્નિંગ વોક કરનાર લોકોમાં અમુક એકલવીર હોય છે. ‘તારી જો હાક સુણીને કોઈના આવે રે તો એકલો જાને રે ...’ એ એમણે આત્મસાત કર્યું હોય છે. ‘ઉઠો, બ્રશ કરો અને ચાલવા માંડો’ એ એમનો મોર્નિંગ-મંત્ર હોય છે. કોઈની કંપનીના એ ગુલામ નથી હોતાં. આવા લોકો વરસમાં સરેરાશ વધુ દિવસ ચાલે છે. એકલવીર બધી ઉમરના જોવા મળે, પણ એમાં યુવાન વયના વધુ હોય. એકલવીરને સ્લીપર પહેરીને પણ ચાલી નાખે, મોજા ભીનાં હોય તો એકલા બુટ પહેરી ને ચાલે અને ક્યારેક સીધું ઓફિસ જવાનું હોય તો ઓફિસ શુઝ પહેરીને પણ ચાલે. પણ ચાલે ખરા. એટલે જ આવા લોકો ઈર્ષ્યાને પાત્ર ઠરે છે. આવા લોકોએ ચાલવા આવતી વખતે એમનાં સ્પોર્ટ્સ શુઝ પર કાળું ટપકું કરવું જોઈએ જેથી બાંક્ડામાં બેસી પગથી હવામાં પેડલ બોટ ચલાવનારની નજર ન લાગે!
મોર્નિંગ વોકર્સનો બીજો વર્ગ કંપની સીકર્સનો હોય છે. જેમને કંપની વગર ચાલવાનું નથી ફાવતું. કંપનીને લીધે કદાચ ખાડા પાડવાના મોકા મળી જતાં હશે એટલે. સવારે વોકિંગ બડીનો મિસ્સ કોલ આવે એટલે તૈયાર થવાનું, એમાં બડી જો ગાબડું પાડે તો કંપની એક્ટ મુજબ આપોઆપ રજા જાહેર થઈ જાય. ઘેર બીજું કોઈ યાદ દેવડાવે કે ઉઠાડે તો પણ રજા એટલે રજા. કંપની એક્ટ હેઠળ ચાલવા જનાર એકલા જાય તો કદાચ પેનલ્ટી ભરવી પડતી હશે. એ બગીચામાં પહોંચીને પણ કંપની આવે એની રાહ જોતાં બાંકડા ગરમ કરે છે. દોસ્ત કે બહેનપણી આવે પછી કેમ મોડું થયું એની ચર્ચામાં ચાલવાનો નિર્ધારિત સમય ટૂંકો થાય છે એની લેશમાત્ર ચિંતા પણ અહિં કોણ કરે છે?
કંપનીમાં ચાલનાર ઘણીવાર પતિ ને પત્ની પણ હોઈ શકે છે. જોકે બેઉ જણા ચાલવામાં રસ ધરાવતા હોય એ ઘટના વિરલ ગણી શકાય. એટલે જ બગીચામાં કોઈ કપલને ચાલતું જુઓ તો એ પતિ-પત્ની હશે એવું માની લેવાની ભૂલ કરવી નહી. મહદઅંશે સ્ત્રીઓને એવો આભાસ હોય છે કે એમને કદી ચાલવાની જરૂર નથી. આમ છતાં જો બેઉ ચાલતા જોવા મળે તો બેઉ એક ઝડપે ચાલે એવું જરૂરી નથી. અહીં ફરીથી સ્ત્રીઓને એવો આભાસ થાય છે કે ડોક્ટરોએ ખાલી પુરુષોને જ ઝડપી ચાલવાનું કહ્યું છે અને સ્ત્રીઓએ તો ડોલતા ડોલતા કે ટહેલતા ટહેલતા જ ચાલવું જોઈએ એવી સ્પષ્ટ સૂચના આપી હશે.
ચાલવું કે ન ચાલવું, કોની સાથે ચાલવું અને કેવી રીતે ચાલવું એ દરેકનો અંગત પ્રશ્ન છે. પણ ચાલવાથી થતાં ફાયદા દરેક ધર્મ, ચિકિત્સા પદ્ધતિ અને ઇવન હિન્દી ફિલ્મી ગીતોમાં પણ ગવાયા છે. તો હે નર શ્રેષ્ઠ અને નારી શ્રેષ્ઠ, ચલે ચલો .... કાલ સવારથી જ. હા, ખબર છે કમુરતાં શરું થઈ ગયા છે. તોયે ચાલો. n

આખો લેખ વાંચતા વાંચતા મને સિંગાપુર ના બાગ જોગીંગ ટ્રેક અને કોરિયા ના વોકર/જોગીંગ ટ્રેક અને સાથે સાથે સાઈકલીંગ ટ્રેક અને લોકો પણ નજર સામે આવ્યા...દિલ રોફ્ડા રોફ્ડા થઇ ગયું :)
ReplyDeleteઅહી લોકો ને ચાલતા (ટહેલતા) જોઉં છું ત્યારે વિચાર આવે છે કે 'એમને, કેમ ચાલવું એ શીખવું', પછી વિચાર આવ્યો કે એ લોકો મને પૂછશે 'આમાં અમને શું મળે!!, ને ખર્ચો કેટલો આવે?'
કેટલાક તો વળી (કદાચ સાંધાની તકલીફ હશે એટલે) ધીમા ધીમા અને ડોલતા ડોલતા ચાલે જેને પેંગ્વીન સ્ટાઈલ કહી શકાય,
ReplyDeleteસરસ નિરીક્ષણ, કહેવાપણું રાખ્યું જ નથી, સલામ આપને
ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..
ReplyDelete