| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૧-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |
વર્લ્ડ ટુર પર જઈને પણ જે પેરિસમાં પાતરા અને વેનિસમાં વેઢમી શોધે એ ગુજરાતી. એટલે જ અમેરિકામાં ફરવા જઈએ એટલે આપણને ફૂડ સંબંધિત તકલીફ પડે. એમાં વેજીટેરિયન હોય એમની તો દશા જ બેસી જાય. ગુજરાતી બંધુઓ તો વેજીટેરીયન જ હોય ને પાછાં? એકવાર અમેરિકન એરલાઈનમાં અમે વેજીટેરીયન ફૂડ લખાવ્યું હતું તો ભાત અને બાફેલી ફણસી ખાવા મળી હતી. તો અમેરિકામાં અભ્યાસ દરમિયાન એક સબ્જેક્ટનું ફાઈનલ પ્રેઝન્ટેશન અને ડીનર અમારા પ્રોફેસરે એમનાં ઘેર ગોઠવ્યું હતું, જેમાં પ્રોફેસરે પોતે બાર્બેક્યુ રાંધ્યું હતું. અમારા જેવા બે-ચાર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ગ્રુપમાં હોવાથી વેજીટેરીયન આઇટમ્સ (બોલે તો બ્રેડ અને બાફેલા શાકભાજી!) પણ હતી. પણ ખરું આશ્ચર્ય ત્યારે થયું જયારે અમે વેજીટેરીયન છીએ એવું જાણવા મળ્યું એટલે ‘ડુ યુ ઇટ ચિકન?’, અને ‘ડુ યુ ઇટ સી ફૂડ?’ જેવા પ્રશ્નો અમેરિકન મિત્રોએ પૂછ્યા. એમને એવું કે ચિકન કે ફીશ એ વેજીટેરીયન છે. એટલે જ તો અમને આ પોઠીયા જેવા અમેરિકન સહપાઠીઓ ને લઈને એવો પ્રશ્ન થયો છે કે ‘આ લોકોએ આટલી પ્રગતિ કેવી રીતે કરી હશે?’
જોકે આ પણ એક લેસન હતો. આપણે જેને નોન-વેજ ગણતા હોઈએ તેને ત્યાંના લોકો વેજ પણ ગણી શકે. એકંદરે એવું લાગ્યું કે બીફ અને પીગનાં માંસને ત્યાંના લોકો નોનવેજ ચોક્કસ ગણે છે, બાકીની આઇટમ્સ માટે સાવચેત રહેવું સારું. એટલે જ અમેરિકામાં પહેલાં અઠવાડિયામાં જો ભોગેજોગે બહાર ખાવાનું હોય અને એ પણ જાતે ઓર્ડર કરવાનું હોય, અને એમાંય જો તમે ચુસ્ત શાકાહારી હોવ તો ભૂખ્યા રહેવાની શક્યતા ઘણી. સૌથી મોટી સમસ્યા તો ઓર્ડર લેનારી શું કહે છે તે સમજવાની થાય. એ માત્ર ‘યુ વોન્ટ ટુ ઇટ હીયર ઓર ટુ ગો?’ એટલે કે ‘અહિં ખાશો કે પેક કરી આપું’ એટલી સામાન્ય વાત પહેલીવાર સાંભળો તો ‘બોલી તો અંગ્રેજીમાં જ પણ કંઈ સમજ ન પડી’ એવું થાય. છેવટે બઘવાઇ જઈ એનો જવાબ ન આપી શકીએ. અથવા તો નાના છોકરા કરે એમ, પેલી છેલ્લે બોલી એ (ટુ ગો) ભૂલમાં બોલી નાખીએ તો હાથમાં પેક કરેલી સેન્ડવીચની કેરી બેગ આવી જાય!
અઠવાડિયું દસ દિવસ કોઈ ગુજરાતી પરિવાર સાથે રહો તો તમને ‘ઇન્ડિયન ગ્રોસરી’ સ્ટોર જવાનો લાભ મળે. મતલબ કે ખાસ ઈન્ડીયન આઇટમ્સ મળતી હોય તેવો સ્ટોર. ત્યાં નકરા ઇન્ડિયન્સ ને એમાંય ગુજરાતીઓ ઉભરાતા જોવા મળે. ભૂરિયાને જોઈને કંટાળ્યા હોવ તો અહિં તમને ઇન્ડિયન્સને જોઈ કંટાળવાનો બ્રાંડ ન્યુ ચાન્સ મળે. એ લોકો ત્યાંથી ગ્લુકોઝ બિસ્કીટ, કોપરેલ, રાજગરાનો લોટ જેવું ખરીદે એ જોવાની મઝા આવે. અમેરિકન સુપર સ્ટોર્સમાં ન મળતી હોય અથવા જે નો અમેરિકન ટેસ્ટ ન ગમતો હોય તેવી આઈટમો આપણા લોકો અહિંથી ખરીદે. જોકે એવી આઇટમ્સનાં ભાવને ૬૩ વડે ગુણી ઇન્ડિયાના ભાવમાંથી બાદ કરતાં વધેલી રકમ વિષે વિચારતા આપણો જીવ અવશ્ય બળે. આવા સમયે ‘ભણેલું તેલ લેવા જાય, આપડે પણ આવો સ્ટોર ખોલવો’ એવા વિચાર પણ ક્યારેક આવી જાય! ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરની આસપાસમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી આવે. એમાં કોકમાં સાઉથ ઇન્ડિયન કુક હોય તો કોકમાં નોર્થ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન કુક પંજાબી પણ બનાવે અને નોર્થ ઇન્ડિયન ઢોસા. એટલે એવું નથી કે ન કરી શકાય. પણ એકંદરે ટેસ્ટ એવો જ હોય. જોકે બધાં એ હોંશે હોંશે ખાય. ઘણા તો ચાર-પાંચ વરસથી ઇન્ડિયા ન ગયા હોય એવામાં એમને સાઉથ ઇન્ડિયન ટેસ્ટનું પંજાબી અને નોર્થ ઈન્ડીયન ટેસ્ટના ઢોંસામાં વાંધો ન હોય તો આપણે કોણ છીએ એ અંગે વિરોધ નોંધાવનારા? ઈન્ડીયન ગ્રોસરી સ્ટોર્સ અને રેસ્ટોરન્ટની ખાસિયત એ કે ૨૦-૨૫ ડોલરથી ઓછાં બિલ માટે ક્રેડિટ કાર્ડ પર એક્સ્ટ્રા ચાર્જ કરે. બાકી અમેરિકન જોઇન્ટ પર અમે ૭૨ સેન્ટ માટે પણ ક્રેડિટ કાર્ડ ઘસાવેલું છે. પણ આપણા લોકો આવા એક્સ્ટ્રા ચાર્જ વસુલે એટલે ત્યાં કેશમાં વ્યવહારો થાય. કદાચ ત્યાં પણ અપૂનવાલે બ્લેકના અને વ્હાઈટના કરતાં હોય તો નવાઈ નહી!
ન્યુયોર્કમાં અમે ‘ચીપોત્લે’ જેવા મહરાષ્ટ્રીયન લાગતા નામવાળી રેસ્ટોરન્ટમાં ખાધું હતું. એમાં બરીતોનાં નામે રોટલીની અંદર ભાત અને એનાં ઉપર ચીઝ, સલાડ અને તમે કહો એવા સોસ નાખીને રોલ કરીને આપી દે. પછી આપણે એ રોટલી-ભાતનાં રોલને ડૂચા મારીને ખાઈએ એટલે આપણને ત્યાં લાવનાર મોજથી આપણને તાકી રહે! ત્યાં જ મામુન્સનું ફલાફલ પણ ખાધું. ફલાફલ ઇન્ડિયામાં પણ મળે છે. પણ ન્યુયોર્કનું આ પ્રખ્યાત. ફલાફલ એટલે રોટલાના ખિસામાં સલાડ, ભજીયા અને સોસ. સબ વેમાં તો કાયદેસર બ્રેડ પહોળા કરી અંદર કોબી-ડુંગળી-કાકડી ભરી આપે. ક્યાંય આપણે ત્યાં જેવું સ્પાઈસી ન મળે. સરકારી શાળાઓમાં મળતાં ભોજન જેવું ફિક્કું. એક જગ્યાએ બેક્ડ પોટેટો ખાધો. એમાં મોટી સાઈઝના શેકેલા બટાકામાં તમે કહો એ ભરી આપે. વેજીટેરીયન હોવ એટલે ચીઝ અને બીજાં એકાદ બે સોસ નાખીને ખાવાના. એકંદરે આખો દહાડો ખા ખા કરો તો છેવટે ભૂખ્યાના ભૂખ્યા. હા, સીસીઝમાં પિઝા ખાવાની મઝા આવી ગઈ, ખાસ કરીને એનાં સ્વીટ પિઝા! હાસ્તો, ગુજરાતી બચ્ચાને ગળપણ વગર મઝા ન આવે!
અમેરિકન વર્ક કલ્ચરને લીધે ત્યાં ઇન્ડિયન્સમાં રોજ રસોઈ કરવાનો રીવાજ નથી, યંગ કપલ્સમાં તો ખાસ. વિકેન્ડમાં એકાદ આઇટમ બનાવી દે, જેમ કે આલુ મટર. પછી આલુ મટર સપ્તાહ ઉજવાય. એક દિવસ રોટલી સાથે, બીજાં દિવસે બ્રેડ સાથે, ત્રીજા દિવસે થેપલા સાથે, ચોથા દિવસે મેગી સાથે ને પાંચમાં દિવસે ‘આ તો ઉપર સેવ ભભરાવીને પણ ખાઈ શકાય છે’ એવી ખબર પડે. પછી તો શનિવાર આવી જાય અને આખું અઠવાડિયું ઘરનું જ ખાધું હોય એટલે પછી હુતોહુતી બહાર જ ખાવા જાય ને ?

મારો કઝીન લંડન રહે છે અને અણી શુધ્ધ શાકાહારી. લગ્ન પછી કોસમોસની ટુરમાં યુરોપ ફરવા ગયા. અને એ બન્નેને બાદ કરતાં બાકીના તમામ ભુરીયા.
ReplyDeleteએમનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનું વાળુ - આ તમામ એક જ આયટમ આવે.
બ્રેડ-બટર, ચીઝ અને કેચઅપ.
એમની ડીશ જેવી ટેબલ ઉપર ગોઠવાય એટલે બાકીના ભુરીયા મુસાફરો એક અવાજે બોલે..
ઓહ મી. આછાર્યા (આચાર્ય) નોટ અગેઇન.. અમને જોઈને કંટાળો આવી ગ્યો, તમે આ બાર દિવસ કેમ ખાઇ શક્યા? અને છેવટે મીલાનમાં એક નાની બેકરી વાળાએ શાકાહારી પીઝા બનાવી આપ્યા. અને પછી મીલાન કોણ જુવે? પીઝા ખાઈને મીલાન માણ્યું એમણે.
જોરદાર લેખ છે અધીરભાઇ.
Thank you ,,,
Deleteઆ વાંચીને મેં હમણાં જ મમ્મી ને થેંક્યું કહ્યું ....એમણે મને ત્રણેક વરસથી રસોઈ ની ટ્રેઈનીંગ આપી છે ...અત્યારે હું મારો પાસપોર્ટ જોઉં છું ...ઉત્સુકતા થી ...
ReplyDelete