| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૭-૧૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |
અમે અગાઉ દોઢ વરસ અમેરિકામાં રહી અભ્યાસ કર્યો છે. એટલે આ વખતે કોન્ફરન્સમાં પેપર પ્રેઝન્ટ કરવા અમેરિકા જવાનો પહેલો અનુભવ નહોતો. આમ છતાં જે અમેરિકા જાય, અને ખાસ કરીને ટૂંકા સમય માટે, તે અમેરિકા અને ઇન્ડિયાની તુલના કર્યાં વગર ન રહી શકે. એ હિસાબે અમેરિકામાં હોઈએ ત્યારે ‘ઇન્ડિયામાં તો ... ‘ અને પાછાં આવ્યાં પછી ‘અમેરિકામાં તો ....’ એવી સરખામણી કર્યાં વગર રહી શકાતું નથી. અમે પણ માણસ છીએ. આમેય ગુજરાતી લેખકોએ (લેખિકાઓએ પણ) તો વિદેશ પ્રવાસ પછી પ્રવાસ વર્ણન અવશ્ય કરવા જ એવું કોક ગુજરાતી લેખક સંહિતામાં લખી ગયું છે.
અમેરિકન એરપોર્ટ પર ઉતરો એટલે એર ઇન્ડિયાના જે સહપ્રવાસીઓ અમદાવાદ કે મુંબઈ ખાતે લાઈનમાં ધક્કામુક્કી કરતાં જોવા મળ્યા હોય, તે જ લોકો ઈમિગ્રેશનની લાઈનમાં શિસ્તબદ્ધ ઉભેલા દેખાય. આ અમેરિકાની હવાનો જાદુ જ હશે એવું અમને લાગે છે. એમાંય લાઈનમાં જો અમેરિકન ઊભો હોય તો પાછું બે જણ વચ્ચે ચાર જણ ઊભા રહી શકે અને ચૌદ જણ ઘૂસી શકે તેટલી જગ્યા છોડીને ઊભો રહે! વિચાર કરો કે ભારતમાં રેલવે સ્ટેશન પર લોકો જેમ એકબીજાને ચોંટીને ઊભા રહે છે તેમ ન કરતા અમેરિકાની જેમ ઊભા રહે તો સ્ટેશનો કેટલાં મોટા બનાવવા પડે? વળી ધક્કામુક્કીથી ભારતીયોમાં સહનશક્તિ કેળવાય છે, આવો લાભ તો અમેરિકન બિલકુલ ખાટી શકયા નથી. આ ઉપરાંત ધક્કા-મુક્કીથી થતાં સ્પર્શ દ્વારા આપણે ત્યાં જે આત્મીયતા કેળવાય છે તેનો પણ લહાવો ન અમેરિકામાં ન મળે.

એરપોર્ટ પર નેક્સ્ટ ઝાટકો લગેજ ટ્રોલી લેવા જાવ ત્યારે લાગે. અમેરિકન એરપોર્ટ્સ પર ટ્રોલી આપણે ત્યાંના એરપોર્ટ પર હોય તેમ ગાયોની જેમ રખડતી ન જોવા મળે. એનું કારણ એ છે કે ટ્રોલી છોડાવવાના રોકડા અથવા ક્રેડિટ કાર્ડથી પાંચ ડોલર ખર્ચવા પડે. હા, પાંચ ડોલર. ૬૩ વડે ગુણી નાખો એટલાં. પણ ત્રણ બેગ હોય એટલે છુટકો નથી. ઉચ્ચતમ ભારતીય પરમ્પરા મુજબ જો તમે વિઝીટર હોવ તો આવો ખર્ચ યજમાન પર ઢોળવાનો રીવાજ છે, પણ કમનસીબે યજમાન અંદર સુધી નથી આવી શકતાં એટલે મનેકમને ખિસામાં હાથ નાખવો પડે છે. જોકે યજમાનને એનો લાભ પાછાં જતાં આપી શકાય છે. પણ આમ ટ્રોલીના પાંચ ડોલર ન ખર્ચવા ઘણાને મોટી મોટી બબ્બે બેગો પૈડાંથી રગડાવતા જુઓ ત્યારે એમ થાય કે સાલું ઈન્ડીયન ઇકોનોમી ખાડે નથી ગઈ તે માટે આપણા લોકોની બચતની વૃત્તિને શ્રેય આપવો જ રહ્યો.
ટ્રેઈનમાં લાંબી સફર કરતા ઘણા લોકોને આપણે ટ્રેઈનમાં જ બ્રશ કરતાં, નહાતા, અને દાઢી કરતાં જોયા છે. એટલે એમ લીટરલી નહાતા ન જોયા હોય. એ સમજવાનું હોય. પણ પ્લેનનું ટોઇલેટ એટલું સાંકડું હોય અને નળ એટલાં ધીમા કે મોઢું પણ સરખું ધોવાયું ન હોય. રેઝર ઘસવા હાથ સહેજ પહોળા કરો તો કોણી પર વાગે. એટલે જ ઘણા તો ટોઇલેટ વાપરવું ન પડે એ માટે મુસાફરી અગાઉ એક દિવસ ઉપવાસ કરે. ઉતર્યા પછી તો બહાર નીકળવાની ઉતાવળ હોય. એટલે એકંદરે અમેરિકા પહોંચેલો માનવી લઘરવઘર અવસ્થામાં હોય. પુરુષો તો ખાસ.
અઢાર કલાક પ્લેનમાં બેસીને ઉતર્યા હોઈએ ત્યારે થોડીવાર તો કારમાં પણ એમ જ લાગે કે હજુ વિમાનમાં જ છીએ. એરપોર્ટ પરથી બહાર નીકળો એટલે કારમાં અમેરિકાના રોડ દેખાય. હાઈવે તો આપણે ત્યાં પણ આટલા જ સારા છે. પણ ત્યાંની લેન સિસ્ટમ ચકરાવામાં નાખી દે તેવી.ત્યાં વાહનો જમણી તરફ ચલાવે છે. ગુજરાતમાંથી ગયેલાને આમ થવાથી ખાસ આશ્ચર્ય નથી થતું, કારણ કે આપણે ત્યાં આજકાલ બેઉ તરફના રોડમાં બેઉ બાજુ વાહન ચલાવવાની આરટીઓ અને ટ્રાફિક પોલીસ માન્ય ફેશન ચાલે છે. આ બાબતે અમેરિકા આપણા જેટલું કદાચ એડવાન્સડ નથી. પણ ફરી પાછું વાહન પેલી લાઈનની જેમ વચ્ચે જગ્યા રાખીને ચલાવે એ જોઈ આશ્ચર્ય થાય. રાત્રે બે વાગ્યે પણ સ્ટોપ સાઈન પર એકલો જનાર વાહનની સ્પીડ ઝીરો કરી ફરીથી સ્પીડ પકડે ત્યારે તો આપણને એમ જ થાય કે અમેરિકામાં કોઈને ટાઈમની કિંમત જ નથી!
ત્યાં રસ્તા ઉપર જો કોઈ રોડ ક્રોસ કરવા ઉભેલું દેખાય તો લખનૌના નવાબની જેમ ‘પહેલે આપ..’ એવો વિવેક વાહનચાલકે દેખાડવો પડે. આપણી જેમ ‘સાલાઓ ક્યાંથી આઈ જાય છે સડકછાપ’ એવા ઉદગારો ન કાઢી શકે કોઈ. કોકવાર તો આપણે રસ્તાની ધાર પર કન્ફ્યુઝ્ડ ઊભા હોઈએ ને વાહનચાલક આપણને જોઈને અટકી જાય. આપણે રોડ ક્રોસ ન કરવો હોય તો પણ ધરાર કરાવીને ઝંપે. ત્યાં ટ્રાફિક સિગ્નલ પર પોલીસ ઉભેલા ન હોય. વિડીયો કેમેરા લાગેલા હોય જે કોઈના સગા, કાકા, મામા, બનેવી, ફ્રેન્ડના પપ્પા ન હોવાથી ભૂલ કરો તો બસો ત્રણસો ડોલરનો દંડ (૬૩ વડે ગુણી કાઢો અને એમાંથી પચાસ રૂપિયા બાદ કરો એટલાં વધારે ખર્ચવા પડે!) થાય. ઉપરથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી જાય. એટલે સૌ ડાહ્યા થઈ ને અને જખ મારીને નિયમ મુજબ ચલાવે.
ત્યાં કારમાં રસ્તો બતાવવા માટે લગભગ દરેકે મોંઘી નેવિગેશન સિસ્ટમ નખાવી હોય, જે બોલીને અને નકશામાં ક્યાં વળવાનું તેની રજેરજની માહિતી આપે. આપણે ત્યાં તો આવી કોઈ સિસ્ટમની જરૂર જ નથી. જ્યાં જાવ ત્યાં કીડીયારું ઉભરાતું હોય કોઈને પણ પૂછો રસ્તો બતાવે. હા, વિવિધતા માટે જાણીતા ભારત દેશમાં કોઈવાર બે જણને પૂછો તો એકબીજાથી ઉંધી જ દિશા બતાવે એવું પણ બને. છેવટે આપણે ત્રીજા વ્યક્તિને પૂછીને ફાઈનલ રસ્તો નક્કી કરવાનો. વળી આપણે ત્યાં તો પાનના ગલ્લા હોય જે જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર ઊભા થયા હોઈ રસ્તો બતાવવાની મફત સેવા આપે છે. આમ છતાં કંઈ ભૂલચૂક થાય તો ગમે ત્યાં બ્રેક મારીને રીવર્સ કરતાં કોણ રોકે છે? રસ્તા આપણા બાપના જ છે ને?n

એકદમ હળવી શૈલીમાં ભારેખમ વાતો તો તમે જ કહી શકો અધિરભાઈ, એક વાત તો છે, કે જો મારા જેવો સામાન્ય માણસ આવી વાત કરે તો લોકો તો એમ જરૂર કહે કે 'અમેરિકાની હવા મગજમાં ઘુસી ગઈ છે," પણ તમે કહો તો એમ ન લાગે કે આ માણસ સરખામણી કરે છે, પણ ફક્ત હકીકત કહે છે એવું જ લાગે,
ReplyDeleteસરસ article ખુબ સરસ રીતે કહેવાયેલો,
આભાર,
Good thinking
ReplyDeleteરોફળા રોફળા... શું વર્ણન છે. સુપર્બ હીલ્લેરીયસ.... જમાવટના ઝાડવાં.
ReplyDelete