| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૯-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી |
વર્તમાન ભારતમાં જે સ્ત્રી-રત્નો આજકાલ ચર્ચામાં છે તેમાં કુ. રાખી સાવંત, કુ. પૂનમ પાંડે અને શ્રીમતિ સની લિયોનનાં નામ ટોચ પર મૂકી શકાય. અમને ખબર છે
તમે આ લોકોને સ્ત્રી-રત્ન કહેવાનો વિરોધ કરશો. પણ એનાં કારણો જુઓ તો તમે પણ કહેશો
કે, રત્ન નહિ તો નંગ તો છે જ. અમારું તો માનવું છે કે આવું એકાદ વધારે રત્ન પાકે
તો પેલા વોશિંગ પાવડરવાળા જાહેરાતમાં રાખી, પૂનમ, સની ઓર ... કરીને જાહેરાત પણ કરી
શકે. ગંદકી દૂર કરવાની જાહેરાત.
રાખીને પરણવાનો બહુ ઉમળકો છે. એટલે કે પરણવા વિષે વાત કરવાનો. રાખી કા સ્વયંવર
નામનાં રીયાલીટી શોમાં છેક સુધી બધું ગોઠવ્યા પછી એ છેલ્લે ચોરીમાં બેસવાને બદલે
પાણીમાં બેસી ગઈ હતી. પણ કહે છે કે સ્વયંવર તો મહાન સ્ત્રીઓનો જ રચાય, જેમ કે
સીતાજી, દ્રૌપદી, રુકમણીજી. પણ આપણી ટીવી ચેનલે રાખીનો સ્વયંવર કરી સ્વયંવરની
ગરિમાની તો રાખી-પૂનમ એક કરી નાખી હતી. આવું રાખીનાં ટીકાકારો કહે છે. પણ રાખીને
ક્યાં ચિંતા છે કોઈ શું કહે છે એની? કોઈ હિડંબા સાથે એની સરખામણી કરે તો પણ એનાં
માટે તો પબ્લિસિટી જ છે ને!
રાખીએ તો પછી સમય જતાં પહેલાં રાહુલ બાબા અને પછી બાબા રામદેવ સાથે લગ્ન કરવાં
અંગે પણ પોતાના ઈરાદા જાહેર કર્યા હતાં. આમ તો રાહુલ બાબા જ રાખીનાં સ્વપ્નોના
રાજકુમાર છે, ફર્સ્ટ પ્રેફરન્સ, પણ બાબા આજકાલ બિઝી છે એટલે એમણે કદાચ રાખીનાં
પ્રસ્તાવ પર ધ્યાન આપ્યું નહિ હોય. એટલે બીજી ચોઈસ તરીકે રાખીએ બાબા રામદેવ પર કળશ
ઢોળ્યો હતો. જોકે રામદેવ બાબા પણ આજકાલ એટલાં જ બિઝી છે, એટલે એ હવે કોઈ નવા
બાબાને શોધે છે. હવે તો એક બાબા બચ્યા છે, અને એ છે સંજુબાબા. જોઈએ આગળ શું થાય
છે.
રાખીથી થોડીક જુદી એવી અન્ય સ્ત્રી રત્ન એટલે આપણી પૂનમ પાંડે. એણે કિંગફિશર
કેલેન્ડરમાં કામ કરવાં સિવાય ખાસ કશું કર્યું નથી. પણ ભારત વર્લ્ડ કપ જીતે તો
નિર્વસ્ત્ર થવાની જાહેરાત કરીને પૂનમે ભડકો કર્યો હતો. ક્રિકેટરોની મહેનત, લાખો
લોકોની શ્રધ્ધા અને પ્રાર્થનાના બળે ભારત જીતી તો ગયું, પણ પૂનમમાં વચન પરિપૂર્ણ
કરવા ઉત્સાહની ભરતી ન આવી. એ પછી જોકે શાહરુખની ટીમ આઈપીએલમાં જીતી ત્યારે એણે
વસ્ત્ર ત્યાગ કરી ફોટો પણ અપલોડ કર્યો હતો. આવો વસ્ત્ર પ્રત્યેનો અમોહ માત્ર મહાન
લોકોમાં જ હોઈ શકે.
એ પછી તો પૂનમે ટ્વિટર નામની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોતાના બ્રશ કરતાં, ઉલ
ઉતારતા, અને ખાસ કરીને નહાતા-ધોતાં ફોટા મૂકી દેશના યુવાધનને પર્સનલ હાઈજીનનાં પાઠ
ભણાવ્યા છે. આ ફોટા જોઈ દેશના ઘણાં યુવાનોએ રોજ નહાવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પણ
જાણવા મળે છે. પૂનમના બાથરૂમ ફોટો સેશનની સફળતાથી પ્રેરાઈને સ્વાસ્થ્ય મંત્રાલય
કદાચ પુનમને સ્વચ્છતા અભિયાનમાં બ્રાંડ એમ્બેસેડર બનાવે તેવી શક્યતા પણ જણાય છે.
ત્રીજી સ્ત્રી-રત્ન એટલે ભારતીય મૂળના અમેરિકન શ્રીમતી સની લિયોન. વસ્ત્રવિહીન
દશામાં જેણે વધુ ફિલ્મ કરી છે તે હિન્દી ફિલ્મોમાં આજકાલ કામ કરી રહી છે. સની
વિદેશમાં પોર્ન ફિલ્મોમાં ‘એક્ટિંગ’ કરી ચુકી છે, હવે એ ભારતમાં એક્ટિંગ કરવાં આવી
છે. સની હિન્દી ફિલ્મમાં કામ કરશે એ સમાચાર માત્રથી સનસની ફેલાઈ ગઈ હતી. આપણા
મહેશભાઈ ભટ્ટે એને જિસ્મ-૨ ફિલ્મમાં ચમકાવી છે. આ સની બીગ બોસ નામનાં રીયાલીટી
શોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ યંગીસ્તાનને ઈન્ટરનેટ પર વસ્ત્રવિહીન જોવા મળતી
સનીને ભારતીય ફિલ્મો કે ટીવી પર વસ્ત્ર સાથે કે સનીની એક્ટિંગ જોવામાં રસ ઓછો હોય
એ સ્વાભાવિક છે.
જોકે વાંકદેખા લોકો પૂનમનાં આ (વસ્ત્ર) ત્યાગને પબ્લિસિટી સ્ટંટ ગણે છે. કારણ
કે પૂનમ હવે મહિને એક્વારને બદલે છાશવારે દેખાય છે. એવી જ રીતે લગ્ન કરવાની ઉંમરે
પહોંચેલી બિચારી રાખીનાં પરણવાના ઈરાદાઓ જાણે પબ્લિસિટી માટે હોય એવી ટીકાઓ લોકો કરે
છે. હવે તમે જ વિચારો કે ફિલ્મ રીલીઝ થવાના સમયે સૈફ કોઈને લાફો મારે, કે રણબીર ને
શાહિદ કપૂર જેવા ફિલ્મ હિરોઈનોના ઘેર પકડાય એ બધું યોગ્ય અને બિચારી રાખી કે પૂનમ પબ્લિસિટી
કરે એ ગુનો, આ ક્યાંનો ન્યાય? ■
ડ-બકા
દિલમાં વસતા
પ્રેમીને એ ખબર મળી છે બકા;
ઘર ખાલી કરવાના
કેસમાં મુદત પડી છે બકા.
No comments:
Post a Comment