Friday, August 17, 2012

એક થા ટાઈગર ....


એક થા....


 
------

સિટી ગોલ્ડમાં જે સ્ક્રીનમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તે સ્ક્રીન પરનો શો કેન્સલ કરી ૧૫ મિનીટ પછીના શોમાં ટીકીટ બદલી આપી. એ થિયેટર પણ લગભગ ખાલી હતું.
તો લો, એક થા તાઈગરનો દસ મુદ્દાનો રીવ્યુ ...
  1. અતિ ભંગાર મુવી છે. મારા રૂપિયા પડી ગયાં, તમારા ન પડી જાય માત્ર એ હેતુથી આ રીવ્યુ લખું છું.
  2. ‘એથાટા’ કેટલું ખરાબ છે એ જાણવા માટે પણ રૂપિયા ન ખર્ચાય.
  3. સલમાન આખી ફિલ્મમાં ડોહો લાગે છે. એકાદ બે લોંગ શોટમાં જોકે યંગ દેખાય છે. માત્ર દેખાતો જ નથી, ડોહાની જેમ બોલે પણ છે.
  4. એક સીનમાં તો સલમાન બાબા રામદેવની માફક શાલ ઓઢીને ભાગે છે. (સૌથી ઉપરનો ફોટો). આભાગવાને બાદ કરો તો ફિલ્મ એકદમ સ્લો છે, એકદમ ગોકળગાયની ગતિમાં જતી હોય એવું લાગે. ગોકળગાય અને એ પણ સ્લો-મોશનમાં.  
  5. યશ ચોપરાનું મુવી છે એટલે દેશ વિદેશની સફર કરાવે છે. પણ ધરતીનો છેડો ઘર એ સાચું પડે એમ વચ્ચેથી ઉઠીને ઘેર જતાં રહેવાની આપણને તીવ્ર ઈચ્છા થાય છે.  
  6. સલમાન અને કેટ અનુક્રમે ભારત અને પાકિસ્તાનનાં જાસૂસ છે. આવા બેવકૂફ જેવા જાસૂસ હોય તો બે દેશે એકબીજા સાથે લડવાના રૂપિયા ન ખર્ચવા જોઈએ.
  7. ભારતની જાસુસી સંસ્થા ‘રો’ એ રોની ઈમેજ ખરાબ કરવાં માટે ‘રો’એ  એથાટા પર દાવો કરવો જોઈએ.
  8. એક માત્ર કિસ સીન ડેવલોપ થતો હોય છે ત્યારે પેલું નેટવર્કની જેમ પીછો કરતું કૂતરું ભસે છે એમાં સલમાન ભાઈ તક ચુકી જાય છે.
  9. બધાં ગીતો ભંગાર છે. ના, સાવ ભંગાર છે.  
  10. જો કે કેટના એ ચાહકો કે જેમની પાસે ફેંકી દેવા માટે રૂપિયા છે પણ સમય નથી, તેમણે માત્ર છેલ્લી ૨૫ મિનીટ મુવી જોવાય. એમાંય ‘માશાલ્લા’ ગીત ફિલ્મ પતે એ પછી છે તે ખાસ જોવું.

6 comments:

  1. કેહ કે લી...
    ગોકળગાય અને એ પણ સ્લો-મોશનમાં..:D

    ReplyDelete
  2. તમે તો મારાં ટેભાં તોડી નાખ્યા... મારે મારાં દીકરા ને કેમ કરી ને સમજાવવો કે આ ફિલ્મ નથી જોવી?

    ReplyDelete
  3. EK THA TIGER NI JAGYA AE EK HE KACHHUA TITLE KEWU RAHE?

    ReplyDelete
  4. બધાં ગીતો ભંગાર છે. ના, સાવ ભંગાર છે. LOlz

    ReplyDelete
  5. badha ne gamtu nathi chhata 4 divas ma 100 cr no business kari nakhe chhe !!

    ReplyDelete