Monday, June 13, 2011

જી


કનીમો-ઝી અથવા એનું નામ જે રીતે સાચું લખાતું 
હોય તે અને રાજા જેલભેગા થઇ ગયા છે ....  
  • એ કૌભાંડનું નામ છે ટુ-જી
  • આ ઘટના પણ બહુ જૂની નથી, છે એકદમ તા-જી 
  • આવાં કૌભાંડોથી થઇ રહી છે દેશની તારા-જી
  • હું નથી કહેતો, કહે છે મારી બાજુમાં રહેતા મા-જી
  • ભારતના ઇતિહાસનું આ સૌથી મોટું કૌભાંડ છે. તો એવાં કૌભાંડ કરનારા ભેજાબાજ રાજા માટે એટલું તો કહેવું જ પડે, કે, વ્હોટ એન આઈડીયા સર-જી !
  • જેલમાં ન જવું પડે એ માટે બન્નેએ કોર્ટમાં ઘણી બધી કરી હતી અર-જી
  • કોર્ટમાં કનીમોઝી સાદા સુતરાઉ કપડા જ પહેર્યા હતાં, ત્યાં થોડું કઈ જવાય છે સ-જી ધ-જી ?
  • પણ એ મંજુર ન થતા એમણે છેવટે ભગવાનને પણ કરી હતી આ-જી-જી
  • છેવટે બંનેને યાદ આવી ગયા દાદા-જી
  • અને મોટા કૌભાંડીઓની ધરપકડની આ તો શરૂઆત છે હ-જી
  • પણ જબ જેલમાં નાખે કા-જી તો શું કરે કનીમો-જી ?
  • પણ જેલમાં જવું પડ્યું એટલે એ પહેલા તો એ ખુબ રડી, એટલે કનીમોઝીની આંખો હવે રડી રડીને ગઈ છે સુ-જી
  • પણ આશા રાખીએ કે એ ન્યાયની શક્તિ હવે ગઈ હશે સમ-જી
  • અને જેલમાં કનીમોઝી એકલી નથી, રાજા પણ સાથે છે એટલે એ થોડી થોડી રા-જી છે
  • છોકરી જેલમાં જાય તો પછી એમાં શું નવાઈ કે કરુણાનિધિ વ્યક્ત કરે નારા-જી ?
  • એવી વાત સાંભળી કે સ્પેક્ટ્રમનાં લાઈસન્સની નવેસરથી થશે હરા-જી
  • સવાલ : જેલમાં ટાઈમ પાસ કરવા રાજા અને કનીમોજી શું રમતા હશે ? જવાબ : ઢગલા બા-જી !
  • સવાલ : જેલમાં કનીમોઝી તો ઘરનું ટીફીન મંગાવીને ખાય છે, અને એને શું ભાવે છે ? જવાબ : રાઈટ ! પાલકની ભા-જી !
  • પણ હવે જેલમાં બધાં હાઈ પ્રોફાઈલ કેદીઓ આવ્યા ત્યારથી જેલની મોબાઈલ સેવામાં આવી ગઈ છે તે-જી.
  • રાજાએ તો જેલમાં સિગરેટ માટે બહુ ફાફા માર્યા, પણ એને મળી ખાલી બીડી. કઈ ? સાંભા-જી !
  • એવું સાંભળ્યું છે કે આ કૌભાંડની સત્યઘટના પરથી એક ફિલ્મ બને છે. એ ફિલ્મનાં પ્રોડ્યુસર છે બાલા-જી
  • જોકે એટલું સારું છે કે આ આખી વાત પર હજુ સુધી કઈ બોલ્યા નથી સિધ્ધુ પા-જી
  • એવું સાંભળ્યું છે કે કનીમોઝી સાથે જેલમાં એક ગુજરાતી ગાયકને પણ બંધ કર્યા છે. એની પાસેથી કનીમોઝી એક ગુજરાતી ગીત શીખી છે. કયું ગીત ? ..... છેલા-જી રે મારે હાટુ ..
  • અને હવે જેલમાં ટાઈમ પાસ કરવા રાજા અનિલ કપૂરનું પેલું રામ લખનનું ગીત ગાય છે : એ-જી, ઓ-જી, લો-જી સુનો-જી મેં હું મનમો-જી, કરતા હું મેં વો તુમ ભી કરો-જી ... વન ટુ કા ફોર ! ફોર ટુ કા વન ! 
કોપી રાઈટ અધીર અમદાવાદી 

6 comments:

  1. વાહ વાહ જી ... !

    ReplyDelete
  2. જે લોકો પોતાની મરજી પ્રમાણે જીવન જીવે, જલસા કરે અને બીજાને કરાવે, એમને અત્યાર સુધી "મનમોજી" કેહવાતા . ...
    .
    .
    અને હવેથી "કનિમોઝી" .. ..... !! ! .. !!

    ReplyDelete
  3. just 1 thing oli line ma avu avshe "ane jail ma kanimoji ekli nathi, raja pan sathe chhe etle chhe thodi raa-ji" so dat ur rhyme flow is maintained. baki mast chhe ji :)

    ReplyDelete
  4. સારુ છે જી :)

    ReplyDelete
  5. કનીમોઝી નહિ ભાઈ કનીમોળી છે .

    ReplyDelete