દિવ્ય ભાસ્કર ડોટ કોમ પર પ્રસિદ્ધ થયેલ અને પ્રચલિત થયેલી અધીર અમદાવાદીની રચના
આ ત્રણ તમારી કયારે વિકેટ પાડી દે એ કહેવાય નહિ
ગાય, ગર્લ્સ અને ગુગલી
આ ત્રણની અમદાવાદમાં લોકો રાહ જોતા નથી
સિગ્નલ ગ્રીન થવાની, ફ્લાયઓવરના ઉદઘાટનની અને બિલ્ડીંગ યુઝ પરમીશનની.
આ ત્રણની છોકરી સામે કદી જોવું નહિ
પ્લાસ્ટિક સર્જન, બ્યુટીશિયન અને પહેલવાન
આ ત્રણ વેકેશનમાં ફરવા જાવ તો ખાસ સાથે રાખવા
રોકડા રૂપિયા, ડેબિટ કાર્ડ, અને ક્રેડીટ કાર્ડ
આ ત્રણ વસ્તુઓ વગર છોકરીઓ જીવી નથી શકતી
હવા, પાણી અને મોબાઈલ
આ ત્રણ વસ્તુ જલ્દી તુટતી નથી
બાળપણની દોસ્તી, અનબ્રેકેબલ વસ્તુ અને ઠંડી પંજાબી રોટલી
આ ત્રણથી જીવનમાં કદી ના ડરવું
બોખા કૂતરા, બહેરી પત્ની અને બિમાર બોસ
આ ત્રણ ગયેલી પાછી નથી આવતી
આબરુ, ઉછીના રૂપિયા અને સેન્ડ કરેલો એસ.એમ.એસ.
આ ત્રણથી અમદાવાદમાં બચીને રહવું
ગાય, કુતરા અને નકલી પોલીસ
આ ત્રણ જીવનમાં સફળ થવા માટે જરૂરી છે
પત્નીના વખાણ, નેતાની ઓળખાણ અને ધનાઢ્ય સસરાનાં વારસામાં લખાણ
આ ત્રણથી અમદાવાદમાં બચીને રહવું
ગાય, કુતરા અને નકલી પોલીસ
આ ત્રણ છોકરીઓને ગમે છે
બટર ફ્લાઈઝ, બાઈકસ, અને બોય્ઝ
આ ત્રણથી અમદાવાદના ટ્રાફિકમાં બચજો
બુકાનીધારી છોકરીઓ, સ્કુટીધારી આંટીઓ અને વાહનચાલક મહિલાઓ
આ ત્રણ દૂરથી ચળકે છે
ધ્રુવનો તારો, ફુવારો અને કુંવારો
આ ત્રણ કોઈના રોકે રોકાતા નથી
સમય, ગ્રાહક અને કુદરતી હાજત
આ ત્રણને જીવનમાં ખુશ રાખવા
બોસ, બૈરી અને બાજુવાળી
આ ત્રણ પાછળ પડે તો જીવ બચાવી ભાગવું
ભુરાયો સાંઢ, ડાઘિયો કૂતરો અને દાઢીવાળો કવિ
આ ત્રણ અમદાવાદની સડકો પર ખુબ જોવા મળે
ધૂળ, ધુમાડા ને ભુવા
આ ત્રણનું સુખી થવા માટે સદા સન્માન કરો
માતા પિતા અને નેતા
આ ત્રણને કદી ભૂલશો નહિ
દેવું, ફરજ અને પત્નીની બર્થ ડે !
આ ત્રણનો ટ્રાયલ લેવો સારો
કાર, વિગ ને ચોકઠું
આ ત્રણથી હમેશા બચીને રહેવું
ખોટી સંગત, સ્વાર્થ અને ઇન્સ્યોરન્સ એજન્ટ
આ ત્રણ જલ્દી ભડકી ઉઠે છે
ગાય, પેટ્રોલ ને પત્ની
આ ત્રણ કદી એક સાથે ન આવે
છીંક, ઉધરસ અને બગાસું
~ અધીર અમદાવાદી
(દિવ્ય ભાસ્કરની લીંક http://www.divyabhaskar.co.in/article/adhir-amdavadi-three-things-in-life)
અધીરજી સરસ હાસ્ય અવલોકન માણવા મળ્યું .
ReplyDelete